‘કરીના જશે ઓફીસ તો અર્જૂન કરશે ઘરનું કામ’

મુંબઈ: હંમેશા પોતાની અલગ કહાનીઓથી દર્શકોને કંઇક અલગ પીરસનારા નિર્દેશક આર. બાલ્કી પોતાની આગામી ફિલ્મમાં કંઇક નવો કોન્સેપ્ટ લઇને આવી રહ્યાં છે. તેઓ પોતાની આગામી ફિલ્મ ‘કી એન્ડ કા’માં કંઈક નવું કરવા જઇ રહ્યાં છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં કરીના પ્રથમ વખત એક કોર્પોરેટ વુમેનનું પાત્ર ભજવી રહી છે જ્યારે કે અર્જુન કપૂર ફિલ્મમાં એમબીએ કરેલા એક પતિનો રોલ ભજવી રહ્યો છે. તે પોતાની કેરિયર ઓરિયેન્ટેડ પત્નીનો સાથ આપી રહ્યો છે. આ ફિલ્મમાં ખુબ જ રસપ્રદ વાત એ છે કે અર્જુન કપૂરને આ ફિલ્માં ઘરેલું હસબન્ડનો રોલ ભજવવા માટે કલાકો સુધી બેસીને શાકભાજી સમારવાની પ્રેક્ટિસ કરવી પડી હતી.

આ ફિલ્મ વિશે આર. બાલ્કી કહે છે કે, ‘હિન્દી એવી ભાષા છે જેમાં વ્યક્તિની જ નહીં પરતુ વસ્તુઓના લીંગ પણ નક્કી કરેલા છે. આ ફિલ્મ પણ આ વિષય પર આધારિત છે કે કોઇ પણ કામ માટે જેન્ડર મહત્વની બાબત નથી.’ આ ફિલ્મ પહેલી એપ્રિલે રિલીઝ થવા જઇ રહી છે.

You might also like