ચીનની બોર્ડર પાસે ખુદાના નામે ભગવાન શિવની પૂજા શરૂ થઈ, જાણો હકીકત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ‘ખુદા પૂજા’ શરૂ થઈ ગઈ છે જેમાં ભગવાન શિવના અલખનાથ સ્વરૂપની પૂજા થાય છે. રાજ્યના લોકોની આ પૂજામાં ખૂબ જ આસ્થા છે. ચીનમાંથી લાગતી મુનસ્યારી બોર્ડરમાં સોમવારથી આ ખુદા પૂજા શરૂ થઈ છે. અહીં ‘અડધો સંસાર, અડધું મુન્સ્યાર’ કહેવત ઘણા સમયથી પ્રચલિત છે. પિથોરાગઢ જિલ્લાની આ બોર્ડર પર ડઝન જેટલા ગામમાં આ અદ્ભૂત પૂજા ખૂબ જ ચર્ચિત છે.

સનાતની ધર્મને માનનારા લોકો દ્વારા આ પૂજામાં હિંદુ ભગવાન શિવના અલખનાથ રૂપની પૂજા થાય છે. શિવની પૂજા અહીં ખુદાના નામ પર કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માન્યતા એવી છે કે મુગલ શાસન કાળમાં જ્યારે ગ્રામીણો ભગવાન અલખનાથની પૂજા કરી રહ્યા હતા ત્યારે મુગલોએ તેને જોઈ લીધા. તેમને પૂછ્યો તો ગ્રામીણોએ ખુદાની પૂજા કરતા હોવાની વાત કરી. ખુદાની પૂજાનું નામ સાંભળીને મોગલોએ ગ્રામીણોને આ બાબતની અનુમતિ આપી દીધી.

ત્યારથી તેમના ખુદા પૂજા પડી ગયું છે. ચાર સદીઓ બાદ પણ ભગવાન અલખનાથની પૂજા ખુદા પૂજા નામે થઈ રહી છે. કેટલાક ગામમાં આ પૂજા ૧૨ વર્ષ બાદ કરવાની પરંપરા છે. પોષ મહિનામાં થતી આ પૂજા ત્રણથી લઈને ૨૨ દિવસ ચાલે છે. આ પૂજા રાતના અંધારામાં થાય છે.

જે મકાનમાં અલખનાથની પૂજા થાય છે તેની છતનો એક ભાગ ખુલ્લો રાખી દેવાય છે. માન્યતા એવી છે કે છતના આ ખુલ્લા ભાગમાંથી ભગવાન અલખનાથ પૂજામાં આવે છે. પૂજા પહેલા શ્રદ્ધાળુઓ ઢોલ-નગારાં સાથે પવિત્ર નદીમાં સ્નાન કરે છે. પૂજા સ્થળને જળાભિષેક અને પંચામૃત છાંટીને પવિત્ર કરાય છે. દિવસ ભર અલખનાથ, દુર્ગા, કાલિકાની સાથે સ્થાનિક દેવી-દેવતાની સ્થાપના કરાઈ છે.

You might also like