નરેશ પટેલે અલ્પેશ કથીરિયાનાં પરિવારજનો સાથે કરી મુલાકાત, કહ્યું,”જલ્દી મુક્ત થાય તેવા પ્રયાસ ચાલુ”

સુરતઃ છેલ્લાં બે મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વિનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના આરોપસર જેલમાં છે ત્યારે અલ્પેશનાં પરિવારજનોને મળવા માટે ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશ પટેલ આવી પહોંચ્યા હતા. નરેશ પટેલે અલ્પેશ કથીરિયાના પરિવારજનોની મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશને જેલમુક્ત કરવા સરકારને રજુઆત કરી છે. અલ્પેશ કથીરિયા ન્યાયની રીતે મુક્ત થાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાસનાં કન્વિનરો સાથે મુલાકાત કરીને આ મામલે આગામી રણનીતિ પણ ઘડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા છેલ્લા 2 મહિનાથી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે. ત્યારે દિનેશ બાંભણીયાએ કહ્યું કે, અલ્પેશને ન્યાય અપાવવા માટે રજૂઆત કરીશું.

કથીરિયાના ઘરે મુલાકાત લીધા બાદ અંકલેશ્વરમાં નરેશે પટેલે અનામતને લઇને પ્રતિક્રીયા આપી હતી. ખોડલધામના નરેશ અનામત આંદોલનને વ્યાજબી ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આર્થિક રીતે પછાત વર્ગને અનામત મળવું જોઇએ.

You might also like