ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ, 21 કુંડી હવન સાથે લોક ડાયરાનો કાર્યક્રમ

કાગવડઃ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સનો આજે બીજો દિવસ છે. પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે અહીં  21 કુંડી હવનનું આયોજન કરવામાં આવેલ છે. આ પૂજામાં ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ બેઠા છે. પાંચ દિવસ ચાલનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ગઇ કાલે રાજકોટથી મા ખોડલ સાથે 21 મૂર્તીઓની શોભા યાત્રા નિકાળવામાં આવી હતી. ગઇ કાલે તમામ મૂર્તીઓ ખોડલધામ પહોંચી હતી. આજે પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે 21 કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

વૈદોક્ત મંત્રોચાર સાથે બ્રાહ્મોણોએ આ કુંડી હવનની પૂજા કરાવી રહ્યાં છે. જેમાં ગુજરાતના જાણીતા 21 ઉદ્યોગપતિઓ બેઠા હતા. સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડના મહા હવન ચાલશે. જ્યારે  બપોરે 12 થી 5 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.  લોકડાયરામાં ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો હાજર રહેશે.

પાંચ દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના તમામ કાર્યક્રમો સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. સુરક્ષાને પગલે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે અહીં માત્ર સ્વયંમ સેવકો અને સુરક્ષા કર્મીઓને રહેવાની પરવાનગી છે.

http://sambhaavnews.com/

You might also like