VIDEO: ખોડલધામનાં ટ્રસ્ટીનાં પુત્ર શિવરાજ પટેલનું સૂચક નિવેદન,”જેને મત આપો તેને સમજી વિચારીને આપો”

સુપ્રસિદ્ધ ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલનાં પુત્રએ કોંગ્રેસની સભામાં હાજરી આપી હતી. શિવરાજ પટેલે મિતુલ દોંગાની સભામાં હાજરી આપી હતી. મિતુલ દોંગા રાજકોટ પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડી રહેલ છે. નરેશ પટેલનાં પુત્રએ કહ્યું કે મારે મંદિરનાં ટ્રસ્ટ સાથે કોઈ જ લેવા દેવા નથી.

ઉલ્લેખનીય છે કે નરેશ પટેલનાં પુત્ર શિવરાજ પટેલે મિતુલ દોંગાની સભામાં લોકોને એવી અપીલ કરી હતી કે તમે જેને પણ મત આપો તેને સમજી વિચારીને આપજો.

જો કે ખોડલધામનાં ટ્રસ્ટી કહેવાતા નરેશ પટેલનાં પુત્રનાં આ નિવેદનને લઇ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અને લોકો એવું પણ માની રહ્યાં છે કે પિતા-પુત્રનાં રાજકીય વિચારોમાં ઘણો ભેદ જોવાં મળી રહ્યો છે.”

નરેશ પટેલનાં પુ્ત્ર શિવરાજ પટેલે મિતુલ દોંગાની સભામાં નિવેદન કરતાં જણાવ્યું કે,”હું પણ વેપારી છું, તમારું દુઃખ હું સમજી શકું છું. જેથી હું કાંઈ વધારે બોલીશ તો અહીં તકલીફ થશે. એટલે હું વધારે નહીં બોલું. પરંતુ હું એટલું જરૂરથી કહીશ કે તમારો મત જે છે એ તમારો મહત્વનો નિર્ણય છે, જેથી તમે સમજી વિચારીને મત આપજો.”

You might also like