VIDEO: ખોડલધામનાં ટ્રસ્ટી હંસરાજ ગજેરાએ CM રૂપાણીને જીતાડવા કરી અપીલ

ગુજરાતઃ આવતી કાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ખોડલધામનાં ટ્રસ્ટી હંસરાજ ગજેરાએ સી.એમ વિજય રૂપાણી તરફી નિવેદન આપતા તેમને જીતાડવા અપીલ કરી છે. હંસરાજ ગજેરા બિન અનામત આયોગનાં અધ્યક્ષ પણ છે.

આ સાથે જ હંસરાજ ગજેરા કે જેઓ ભાજપનાં નેતા પણ છે. જો કે ખોડલધામ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખોડલધામ કોઈને જીતાડવાની અપીલ નથી કરી રહ્યું. ખોડલધામનાં પ્રમુખ એવા પરેશ ગજેરાએ નિવેદન આપતા કહ્યું છે કે ખોડલધામ એ ધાર્મિક સંસ્થા છે.

ખોડલધામ સંસ્થા એ કોઈ પણ પક્ષને સમર્થન નથી કરતું. આ જોતા જ ભાજપનાં સમર્થનને લઈ ખોડલધામનાં ટ્રસ્ટીઓમાં મતભેદ જોવાં મળે છે.

ઉલ્લેખનીય છે કે હંસરાજ ગજેરા બિન અનામત આયોગનાં અધ્યક્ષ છે અને ભાજપનાં નેતા પણ છે. તેઓએ સીએમ વિજય રૂપાણીને જીતાડવા માટેની અપીલ કરી હતી. પરંતુ આ અંગે તેમને સ્પષ્ટતા કરી છે કે ખોડલધામ ક્યારેય કોઇને જીતાડવા માટેની અપીલ કરતું નથી.

ખોડલધામ કોઇ પણ પક્ષને જીતાડવા માટેની અપીલ નથી કરતું. જો કે આ મુદ્દાને લઇ ભાજપનાં સમર્થનને લઇ ખોડલધામનાં ટ્ર્સ્ટીઓમાં ભારે મતભેદ જોવાં મળે છે.

You might also like