વધેલી ખીચડીમાંથી ઘરે બનાવો ખીચડીનાં ટેસ્ટી પકોડા

ખીચડીનાં પકોડા બનાવવાની સામગ્રીઃ
મગનાં દાળની ખીચડીઃ 1 કપ
ચણાનો લોટઃ 1/4 કપ
આદું-મરચાંની પેસ્ટઃ 2 ટેબલ સ્પૂન
કાળા તલઃ 1/2 ટેબલ સ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર

ખીચડીનાં પકોડાં બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. તે બાઉલમાં મગનાં દાળની ખીચડી, ચણાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, બારીક સમારેલ કોથમીર, કાળા તલ તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્ષ કરી લેવું.

હવે તેમાંથી બોલ્સ બનાવવા અને ડીપ નોનસ્ટીક પેનમાં તેને ફ્રાય કરવાં. હવે પકોડાને ફ્રાય કરતી વખતે ધીમા ગેસ પર રાખીને ગોલ્ડન બ્રાઉન કલરનાં તેને થવા દેવાં. તો લો હવે તૈયાર છે તમારા ખીચડી પકોડા.

You might also like