Categories: Gujarat

ખેતલાઅાપા, જય દ્વારકાધીશ ટી સ્ટોલ મ્યુનિ.અે સીલ કરવા છતાં ધમધમે છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની ધાક ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિઓ કરનારા પર રહી નથી તેની પ્રતીતિ અવારનવાર તંત્ર દ્વારા આવા બાંધકામોમાં વસવાટ ન કરવા અંગે અપાતી જાહેર નોટિસથી થઇ જાય છે. રોડ પરના દબાણો કુદકે ને ભુસકે વધી રહ્યા છે. પરિણામે ટીપી રસ્તા ખુલ્લા કરી શકાતા નથી, પરંતુ એક વખત સીલ માર્યા બાદ તે સીલની ઐસી કી તૈસી કરીને ધંધાનો ધમધમાટ ચાલુ રાખનારા લેભાગુ તત્ત્વોથી સત્તાવાળાઓની વારંવાર નાલેશી થઇને શરમજનક સ્થિતિમાં મુકાઇ રહ્યા છે. તાજેતરમાં એસજી હાઇવે પર ધમધમતા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના છુટાછવાયા છ-સાત કાચા બાંધકામ ધરાવતા ધંધાર્થીઓના એકમોને સીલ મરાયા બાદ પણ આ એકમો સીલની ઐસી કી તૈસી કરીને પોતાના ધંધાનો ધમધમાટ ચાલુ રાખતા ફરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ગાફેલ
રહ્યું છે.

નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં એસજી હાઇવે પર કર્ણાવતી કલબની સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ સહિતના છ-સાત કાચા મંડપ બાંધીને ધંધો કરનારાઓની સામે ત્રણેક મહિના પહેલાં તંત્ર દંવારા એસજી હાઇવે પર પોતાના અને મુલાકાતીઓના વાહનનું પાર્કિંગ થવાના મામલે નોટિસ ફટકારાઇ હતી. રોડ પરના પાર્કિંગથી લોકોને ટ્રાફિકની અવરજવરમાં અડચણો થવા ઉપરાંત વારંવાર અકસ્માતો પણ સર્જાતા હતા. જેના કારણે એસજી હાઇવેથી ૧પ ફૂટ અંદર વાહનોના પાર્કિંગ કરાવવા આ એકમના ધંધાર્થીઓને તાકીદ કરાઇ હતી. તંત્ર દ્વારા અપાયેલી લેખિત નોટિસ અને અવારનવારની મૌખિક સૂચના બાદ ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોએ ગત તા.૧૦ જુલાઇ, ર૦૧૭એ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ પરના પોતાના અને મુલાકાતીઓના વાહનોના ટ્રાફિકને દૂર કરવાની લેખિત બાંહેધરી આપી હતી તેમ છતાં સ્થિતિ યથાવત રહેવા પામતા નવા પશ્ચિમ ઝોનનો એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યો હતો.

તે વખતે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગત તા.૯ ઓગસ્ટ, ર૦૧૭ને સવારે ૧૧-૦૦ વાગ્યે ખેતલાઆપા ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ તેમજ અન્ય છ-સાત કાચા મંડપના ધંધાર્થીઓના એકમને સીલ માર્યા હતા. જોકે દબાણકર્તાઓના એકમને સીલ માર્યા બાદ તેની ખાસ અસર જે તે દબાણકર્તા પર થતી નથી તેનું વધુ એક ઉત્તમ ઉદાહરણ આ એકમોએ પૂરું પાડયું છે. કેમ કે આ એકમોના સંચાલકોએ તંત્રના સીલની ઐસી કી તૈસી કરીને પોતાના ધંધાનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. જોકે એસ્ટેટ વિભાગ રાબેતા મુજબ આ બાબતથી અંધારામાં છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહને પૂછતાં તેઓ કહે છે કે કર્ણાવતી કલબની સામેના ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના છ-સાત કાચા મંડપના ધંધાર્થીઓના એકમોને રોડ પરના ટ્રાફિક અને ગંદકીના કારણે બે દિવસ પહેલાં સીલ મરાયા હતા. જોકે આ ધંધાર્થીઓએ સીલ ખોલીને પાછો ધંધો શરૂ કર્યાની જાણ નથી. આ માટે સ્થળ તપાસ કરીને સમગ્ર ‌િસ્થતિથી વાકેફ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

divyesh

Recent Posts

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

4 mins ago

PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર…

16 mins ago

મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યૂગલ ફૂંકવાં પહોંચશે અમિત શાહ

(એજન્સી) કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભા સંબોધિત કરશે. આજે પશ્ચિમ…

33 mins ago

CBIમાં ઊથલપાથલ જારીઃ વધુ 20 અધિકારીની બદલી કરાઈ

(એજન્સી) નવી દિલ્હી: સીબીઆઇમાં બદલીનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સીબીઆઇના વચગાળાના ડાયરેકટર નાગેશ્વર રાવે ફરી એક વખત ર૦ અધિકારીઓની…

33 mins ago

ઉત્તર ભારતમાં વરસાદ-બરફ વર્ષાનો ‘ડબલ એટેક’: 26 જાન્યુઆરી સુધી ઠંડી થિજાવશે

(એજન્સી) નવી દિલ્હી: પંજાબ, હરિયાણા અને રાજધાની દિલ્હી-એનસીઆર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હવામાન ઓચિંતું પલટી ગયું છે અને ઉત્તર ભારતના…

33 mins ago

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

23 hours ago