જીંદગીનો પાઠ શીખવાડે છે ખલીલ જિબ્રાનના આ વિચારો

ખલીલ જિબ્રાનને વાંચવું એટલે કે પોતાની આત્મા સાથે વ્યવહાર કરવો. તમારી દરેક સમસ્યાનો ઉકેલ તેમની યુક્તિઓમાથી શોધી શકો છો. જાણો એવા વિચારો માટે જે જીંદગીનું જીવવાનું સરળ બનાવી દે છે.

1. તમે કંઇ પણ પ્રેમ વગર અને અધૂરા મનથી કામ કરી રહ્યા છો તો સારું થશે તમે તે કામને છોડી દો.

2. દોસ્તી એક સરસ જવાબદારી છે, તે કોઇ પ્રસંગ કે મોકો નથી.

3. જે જતું રહ્યું છે તે આજના માટે સુંદર વાત છે, પરંતુ આવનારો સમય આજ માટે કોઇ સપનાથી પણ ઓછો નથી.

4. કોઇ પણ વ્યક્તિના દિલ અને મગજને સમજવા માટે તે જોશો નહીં કે તેને શું મેળવ્યું છે. પરંતુ તે વાત ઉપર ધ્યાન આપો કે તે શું મેળવવા માટે ઇચ્છા ધરાવે છે.

5. મિત્રો વિનાનું જીવન એવા વૃક્ષ જેવું છે કે જેના પર કોઇ દિવસ ફળ આવતાં નથી.

6. જ્ઞાન, જ્ઞાન રહેતું નથી જ્યારે તે અભિમાની થઇ જાય કે રડી પણ શકે નહીં, એટલું ગંભીર થઇ જાય કે હસી પણ શકે નહીં અને એટલું સ્વાર્થી થઇ જાય કે પોતાના ઉપરાંત બીજા કોઇનું સાંભળે નહીં.

7.શાંતિથી જીંદગીને પાછળ વળીને જોવી, તેને ફરીથી જીવવા સમાન છે

8. ગયેલો સમય આજની યાદો છે અને આવનારો સમય આજનું સ્વપનું છે.

9. એક મિત્ર જે ઘણો દૂર છે તે કોઇક વખત નજીક રહેનારા લોકો કરતાં વધારે નજીક હોય છે.

10. જો તમે કોઇને પ્રેમ કરો છો તો તેને જવા દો, કારણ કે જો તે પાછો ફરીને આવે છે તો તે હંમેશા તમારો હતો. અને જો કોઇ દિવસ પાછો આવતો નથી તો કે કદી તમારો નહતો.

You might also like