ફાઇટ દરમ્યાન ઘાયલ ખલીની હાલત ગંભીર

રેસલિંગ ઇવેન્ટમાં ડેથ વોરંટ સાઇન કરીને ફાઇટિંગમાં ઉતરેલા ઘ ગ્રેટ ખલીને ફાઇટિંગ દરમ્યાન ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  તેને માથામાં ગંભીર ઇજા થઇ છે.  ખલીની ટ્રીટમેન્ટ કરી રહેલા ડોક્ટર્સ કહે છે કે તેને છાતી, ગરદન અને મગજમાં ગંભીર ઇજા થઇ છે. માથામાં ઇજા થવાને કારણે લોહી ખૂબ જ વહી ગયું છે. જ્યારે હાડકામાં પણ સખત દુખાવો છે. ધ ગ્રેટ ખલી રિટર્ન્સ’ શોમાં ખલી પર વિદેશી રેસલર્સ ભારે પડ્યા હતા.

ખલી સાથે કેનેડાનો રેસલર બ્રૂડી સ્ટીલ ફાઇટ કરી રહ્યો હતો. ત્યા જ અચાનક અન્ય બે રેસલર્સ રિંગમાં આવી ગયા હતા અને ખલી પર તૂટી પડ્યા હતા. ખલીને લાતો અને મુક્કા માર્યા હતા સાથે જ તેની પર ખુરશીથી પણ વાર કર્યો હતો. જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઇ હતી અને રેફરીએ મેચ રદ કરી દીધી હતી.  ખલીની આવી પરિસ્થિતિ  જોઇને દર્શકોએ વિરોધ કર્યો હતો.

You might also like