હંમેશા ચર્ચામાં રહેનારી ખજુરાહોની કલાકૃતિઓનો કામસૂત્ર સાથે શું સંબંધ છે..આવો જાણીએ..

ખજુરાહો મંદિરની નગ્ન તેમજ સંભોગ કરતી કલાકૃતિઓ કળાનો એક અદભુત નમુનો છે. આ મૂર્તિઓનાં માધ્યમથી સેક્સ સાથે આધ્યાત્મને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે આ કલાકૃતિઓ કળાનો ઉત્કૃષ્ટ નમુનો હોવા છતાં પણ ખજુરાહોના મંદિરની મૂર્તિઓ વિશે વાત કરવી અમર્યાદિત માનવામાં આવે છે.

khajuraho-3ખજુરાહો પત્થર પર કંડારવામાં આવેલી એક સુંદર કલા નગરી છે. અહીંના વિશ્વપ્રસિદ્ધ મંદિરોનું નિર્માણ ચન્દેલના રાજાઓઓ ઇ.સ. 950-1050ની મધ્યમાં કરાવ્યું હતું. પહેલાં આ મંદિરોની સંખ્યા 85 જેટલી હતી પરંતુ હવે ખુબ જ ઘટી ગઇ છે.

જોકે ખજુરાહોની ઓળખાણ તેની નગ્નમૂર્તીઓ સુધી જ સીમિત નથી. જ્યારે આ મૂર્તિઓનું નિર્માણ થયું હતું તે વખતની સ્થિતિ હાલની સ્થિતિ કરતાં એકદમ અલગ હતી. તે એવો સમય હતો કે સેક્સ કે તેને લગતી કોઇ પણ વાત કરવાનો સમાજમાં સંપુર્ણ નિષેધ હતો. તં છતાં અહીં નગ્ન મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું.

khajuraho-2સદીઓથી આ મંદિરોની પહેલી સુલઝાવી શકાઇ નથી કે આખરે આ નગ્ન મૂર્તિઓ શું કહેવા માગે છે..એટલે કે આ મૂર્તિઓ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય છું હશે?

ખજુરાહો વિશે એક મહત્વપૂર્ણ વાત એ છે કે કામકલાના આસનોમાં દર્શાવવામાં આવેલા સ્ત્રી અને પુરુષોનાં ચહેરા પર એક અલૌકીક અને દેવી આનંદની આભા ઝલકે છે. તેમાં જરા પણ અશ્લિલતા નથી દેખાતી. આ મંદિરોની ભવ્યતા, સુંદરતા અને પ્રાચીનતાને જોતાં તેને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યા છે.

khajurahoખજુરાહોમાં પ્રદર્શિત મિથુન મૂર્તિઓમાં જે આસનોનું વર્ણન કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ ‘કામસૂત્ર’માં મળે છે. કામસૂત્રની જેમ ખજુરાહોના મંદિર પણ વિશ્વપ્રસિદ્ધ છે કારણ કે આ મંદિરની બહારની દિવાલો પર કંડારવામાં આવેલા મનોરમ અને મોહક મૂર્તિશિલ્પ કામક્રિયાઓનાં જુદા જુદા આસનોને દર્શાવે છે. કેટલાંક મૂર્તિશિલ્પ તો આવે છે જેને જોઇને આધુનિક ચેતનાથી સજ્જ વ્યક્તિઓ પણ અચંબિત થઇ જાય. આ મંદિરોમાં મૂર્તિની અન્તક્રિયાઓને પણ શિલ્પકારોએ ખુબ જ સહજ ભાવથી પ્રસ્તુત કરી છે. આ મૂર્તિ શિલ્પ લક્ષ્મણ, શિવ અને પાર્વતીના સમર્પિત મંદિરોનાં અંગ છે તેથી તેના ધાર્મિક મહત્વને નકારી શકાય નહીં.

You might also like