ખજૂર ગોળની ખીર

સામગ્રી

1 લિટર દૂધ

1/2 કપ ચોખા

4-5 નંગ ખજૂર

½ કિલો ગોળ

1 કપ કાજુ બદામ પિસ્તાની કતરણ

½ ચમચી ઇલાયચી પાવડર

પાણી જરૂર મુજબ

બનાવવાની રીતઃ સૌથી પહેલાં ચોખાને બરોબર ધોઇને તેમાંથી પાણી નિકાળી લો. ખજૂરને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખો. હવે એક વાસણમાં ધીમી આંચ પર દૂધ ગરમ કરો તેમાં ચોખા એડ કરો. ચોખા જ્યાં સુઘી ગળી ન જાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં કાજુ, બદામ, કિશમિશ એડ કરો.  પલાળેલા ખજૂરને મિક્ચરમાં ક્રશ કરી અને તે મિશ્રણને ખીરના મિશ્રણમાં એડ કરો. હવે ગેસ બંધ કરીને અને તેમાં ગોળ એડ કરો. છેલ્લે અડધો કપ ઇલાયચી પાવડર એડ કરો. તૈયાર ખીરને થોડો સમય ફ્રિજમાં રાખી ઠંડી સર્વ કરો.

You might also like