રાહુલનું મિશન UP: રપ૦૦ કિ.મી. લાંબી કિસાન યાત્રા-ખાટ પંચાયત

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી પોતાના મિશન યુપીની શરૂઆત કરી રહ્યા છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ર૭ વર્ષનો વનવાસ રદ કરવા માટે આજે દેવરિયાથી દિલ્હી સુધીની રપ૦૦ કિ.મી. લાંબી કિસાન યાત્રા કરશેે. યાત્રાની શરૂઆત આજે સવારે દેવરિયાના રુદ્રપુર ગામથી કરવામાં આવી રહી છે.

યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ખાટલા પર બેેસીને ‘ખાટ પંચાયત’ યોજી હતી. મોદીની ચાય પે ચર્ચાની જેમ રાહુલ ગાંધીની આ બેઠકનું નામ ખાટ પે ચર્ચા નામ આપવામાં આવ્યું છે. આ માટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૧પ૦૦ જેેટલા ખાટલા પણ પહોંચાડી દેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ હેલિકોપ્ટર દ્વારા રુદ્રપુર તાલુકાના પચલડી ગામે બનાવવામાં આવેલા હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું. લગભગ સવા છ કલાક સુધી રોડ શો અને ખાટ પંચાયત દ્વારા ખેડૂતો સાથે રૂબરૂ વાતચીત કરીને રાહુલ ગાંધી કુશીનગર પહોંચશે અને ગોરખપુરમાં રાત્રી વિરામ કરશે. દેવરિયાથી દિલ્હી સુધીની કિસાન યાત્રાની તૈયારીઓ માટે પક્ષના રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમ જિલ્લામાં છેલ્લા એક અઠવા‌ડિયાથી પડાવ નાખીને કામ કરી રહી છે. આ યાત્રામાં દેવાની માફી અને પાક.ના વળતર ઉપરાંત ખેડૂતો, મજૂરો અને દલિતોના મુદ્દા પર ધ્યાન કે‌િન્દ્રત કરવામાં આવશે.

રાહુલ ઉ. પ્રદેશનાં રરપ વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે. પચલડીની દલિત વસાહતથી શરૂ થનારી આ યાત્રા દેવરિયામાં ચાર વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી ઐતિહાસિક દુગ્ધેશ્વરનાથ મંદિરમાં જળાભિષેક પણ કરશે. ત્યાર બાદ તેઓ કુશીનગર, ગોરખપુર, સંત કબીરનગર થઇને ફૈઝાબાદ પહોંચશે.

You might also like