જીનિવા એરપોર્ટ પર કેવિન પીટરસનની ધરપકડ કરાઈ

જીનિવાઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસનને જેલની હવા ખાવાનો વારો આવ્યો. આ ઘટનાની જાણકારી ખુદ પીટરસને આપી છે. પીટરસને પોતાની ધરપકડના સમાચાર ટ્વિટર પર આપ્યા. સોશિયલ મીડિયા પર આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. બન્યું એવું કે પીટરસને એરપોર્ટ પર ગોલ્ફ સ્ટિક ઘુમાવી દીધી હતી, ત્યાર બાદ તેની કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પીટરસનને એરપોર્ટ પર જ બનેલી જેલમાં થોડી વાર માટે પૂરી દેવામાં આવ્યો. પીટરસને ટ્વિટ કરીને કહ્યું, ”આજે જીનિવા એરપોર્ટની જેલમાં હું બંધ છું. આ કોઈ મજાક નથી. ગોલ્ફ સ્ટિક ઘુમાવવા બદલ થોડી વાર માટે મારી ધરપકડ કરવામાં આવી.” જોકે થોડી વાર પછી પીટરસનને છોડી મૂકવામાં આવ્યો હતો. પીટરસને ઇંગ્લિશ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે સરે તરફથી પોતાની અંતિમ મેચ રમી હતી. પીટરસને ૧૦૪ ટેસ્ટ મેમાં ૪૭.૨૮ની સરેરાશથી કુલ ૮૧૮૧ રન બનાવ્યા છે.

You might also like