ભારતનું સૌથી મોટું બર્ડ સેન્ચૂરી, જ્યાં જોવા મળે છે રંગબેરંગી પક્ષી….

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલ બર્ડ સેન્ચૂરી ઘણી સુંદર જગ્યા છે. તેને કેવલાદેવ બર્ડ સેન્ચૂરીના નામે પણ ઓળખવામાં આવે છે. રંગબેરંગી પક્ષીઓ જોવા તેમજ તેના અંગે જાણવા માટે પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. શરદીની શરૂઆતથી જ પ્રવાસી પક્ષીઓનો જમાવડો શરૂ થઇ જાય છે.

અહી 300થી વધારે પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળશે. નાના બતક, જંગલી બતક, વેંસ, શોવેલર્સ, પિનટેલ બતક, સામાન્ય બતક, લાલ કલગીવાળા બતક અહીંનું ખાસ આકર્ષણ છે. કેવલાદેવ ભારતનો સોથી મોટું પક્ષી વિહાર છે. તેને 1982માં રાષ્ટ્રીય ઉદ્યાન અને 1985માં યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાકૃતિક ઢાલને કારણે વરસાદ દરમિયાન અહી વારંવાર પૂર આવે છે. જેના કારણે ભરતપુરના રાજા સૂરજમલે પોતાના શાસનકાળ દરમિયાન અજાન બાંધનું નિર્માણ કર્યું હતું. જે બે નદીઓ ગંભીરી અને બાણગંગાના સંગમ પર બનાવામાં આવ્યો હતો.

સુરક્ષિત વન ક્ષેત્ર જાહેર કર્યા પહેલા 1850માં કેવલાદેવનો વિસ્તાર ભરતપુર રાજાઓ માટે શિકારનો વિસ્તાર હતો. ભરતપુરમાં એક મોટો જૂનો મહેલ છે. જેનું નામ ડી મહેલ છે. તેને પણ રાજા સૂરજમલે બનાવ્યો હતો. અહીં બનાવેલ મેહરાબ, જળાશય તેમજ અહીંની હરિયાળી તેમજ ફુવારાઓ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

ઇતિહાસ પ્રેમીઓ માટે આ સૌથી આકર્ષિત જગ્યા છે. ભરતપુરમાં 300 વર્ષથી પણ જૂનું લક્ષ્મણ મંદિર આવેલ છે. આ મંદિરને ભારતનું એકમાત્ર લક્ષ્મણ મંદિર છે. ભરતમાં બનાવેમાં આવેલ ગંગા મંદિર પણ બહુ જૂનુ છે.

આમ તો અહી વર્ષમાં કોઇપણ સમયે જઇ શકાય છે પરંતુ ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે પ્રવાસી પક્ષીએઓઓને જોવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચેનો સમય સૌથી વધારે બેસ્ટ છે. આગરાનું એરપોર્ટ અહીંથી સૌથી નજીકનું છે. રાજસ્થાન તેમજ આસપાસની જગ્યાઓથી અહી સુધી બસની સુવિધા પ્રાપ્ત છે.

You might also like