ભારત વિશે કેટરિના કૈફે શું કહ્યું ?

નવી દિલ્હી: બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફે ભારત વિશે કહ્યું કે, આ દેશ ખરેખર સહનશીલ છે. હું અહીંયા મારું આખુ જીવન પસાર કરવાનું વિચારું છું. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અસહિષ્ણુતા પર ચાલી રહેલી ચર્ચા મુદ્દે આમીર ખાન અને શાહરૂખ ખાને નિવેદન આપતાં તેમને નિંદાનો સામનો કરવો પડ્યો છે.

આ મામલે કેટરિનાએ કહ્યું હતું કે, અસહિષ્ણુતા પર જે ચર્ચા થઇ રહી છે તે તમામ બાબતોને હું જાણું છું. પરંતુ મારું એવું માનવું છે કે ભારત એક સહનશીલ છે અને એક ખાસ દેશ છે.

કેટરિનાએ કહ્યું હતું કે, જ્યારે હું ભારત આવી હતી ત્યારે મને એવું લાગ્યું હતું કે હું મારા ઘરમાં પાછી આવી છું. જે ગરમજોશી અહીંયા છે તેનો અનુભવ બીજે ક્યાંય પણ કરવો મુશ્કેલ છે. હું મારું આખું જીવન અહીંયા પસાર કરવા માગું છું.

You might also like