સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે ફરી વાર પૂર્વ CM કેશુબાપાની વરણી

ગાંધીનગરઃ આજે રાજભવન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમિત શાહ, એલ. કે અડવાણી અને કેશુભાઇ પટેલની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોમનાથ મંદિરનાં વિકાસની વિવિધ યોજનાઓ તેમજ વહીવટી કામગીરી લઈને વિશેષ ચર્ચા કરાઈ હતી.

ત્યારે મહત્વની બાબત છે કે સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ફરી એક વખત વરણી કરાઇ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચે થયેલી વાતચીત બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યાં હતાં. જેનાં અનુસંધાને વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેનાં કાર્યક્રમોમાં PM મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ PM મોદીએ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજી હતી.

જેમાં અમિત શાહ, એલ.કે.અડવાણી અને કેશુભાઈ પટેલ સહિતનાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે મહત્વનું છે કે PM મોદીએ ગાંધીનગરમાં ભાજપનાં નેતાઓ સાથે રાત્રી ભોજન પણ કરીને માતા હિરાબા સાથે મુલાકાત કરીને દિલ્હી જવા રવાના થયા હતાં.

You might also like