કેશવ પ્રસાદ મોર્યની ચેતવણી, SC-ST એક્ટમાં OBCને ફંસાવશો તો નહીં છોડાય

ન્યૂ દિલ્હીઃ ઉત્તર પ્રદેશનાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જો કોઇ દલિતે એસસી-એસટી એક્ટને આધારે પછાત વર્ગ (OBC)નાં લોકોને જો પરેશાન કર્યા તો તે પણ બચશે નહીં. તેઓએ કહ્યું કે, એસસી-એસટી અધિનિયમનાં વિરોધમાં કરવામાં આવેલ ભારત બંધનાં પાછળ શુદ્ધ રૂપથી રાજનૈતિક કાવતરું છે. રાજનૈતિક ફાયદાને માટે આ પ્રકારનાં આંદોલનમાં શામલે થઇ રહ્યાં છે.

કેશવ ગયા ગુરૂવારનાં રોજ બીજેપી પછાત વર્ગ મોરચા ઉત્તર પ્રદેશનાં તત્વાધાનમાં આયોજિત ભુર્જી-ભુજવાલ સમાજ પ્રતિનિધિ બેઠકમાં પત્રકાર વાર્તા દરમ્યાન વાતો કરી હતી. તેઓએ કહ્યું કે પછાત વર્ગ સમાજનું બીજેપી પ્રતિ સમર્પણ અને ઉત્સાહનું જ પરિણામ છે કે જે આજે પીએમ મોદી દેશનું નેતૃત્વ કરી રહેલ છે.

તેઓએ કહ્યું કે, અમારી પાર્ટીમાં કોઇ પણ પ્રકારનો વિરોધ નથી. સામાન્ય વર્ગ હોય કે પછાત વર્ગ હોય, દલિત વર્ગ હોય કોઇની પણ સાથે અન્યાય નહીં થવા દેવામાં આવે. જો કે મૌર્ય અને અઠાવલેનાં નિવેદનોથી સવર્ણ સમાજની નારાજગી કેટલી દૂર થઇ શકશે એ કહી શકવું એ હવે વધુ મુશ્કેલ લાગી રહ્યું છે.

2019માં મોદીને રોકવા માટેનું કાવતરું:
આ એક્ટનો દૂરુપયોગ કોઇ પણ કિંમત પર નહીં થવા દેવામાં આવે. કદાચ જો કોઇ એવું સમજતા હોય તો તે ખોટું છે કેમ કે ભાજપ સરકારમાં કાયદો કામ કરે છે અને ભાજપ સરકારમાં આ સંભવ નથી કે કોઇ દલિત અને આદિવાસીને પીડિત કરે. આ કોઇ વિરોધનો વિષય નથી.

આની સર્વસમ્મતિથી લોકસભા અને રાજ્યસભામાં દરેક દળોએ મળીને પસાર કરેલ છે. 2019માં મોદીને રોકવા માટે આ પ્રકારનું કાવતરું થઇ રહ્યું છે અને આવા કાવતરા પહેલાં પણ થયાં છે.

You might also like