યૂપી ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યની તબિયત લથડી : ICUમાં દાખલ

લખનઉ : ઉત્તર પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યની તબીયત બગડી ગઇ છે. તેમણે દિલ્હીનાં રામ મનોહર લોહિયા હોસ્પિટલનાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે કેશવપ્રસાદ મોર્યને યૂપીનાં મુખ્યમંત્રી પદનાં સૌથી મજબુત દાવેદાર માનવામાં આવે છે. કેશવની અધ્યક્ષતામાં રાજ્ય ભાજપે વિધાનસભા ચૂંટણીમાં અભૂતપુર્વ બહુમતી પ્રાપ્ત કરી છે.

ભાજપે 403 વિધાનસભા સીટોમાંથી 325 પર જીત પ્રાપ્ત કરી છે. રિપોર્ટ અનુસાર ગુરૂવારે બ્લડ પ્રેશર સંબંધિત ફરિયાદ ઉઠ્યા બાદ કેશવે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર કેશવ પ્રસાદ મોર્યને એખ દિવસ હોસ્પિટલમાં જ એડમીડ રહેવું પડી શકે છે. તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતાઓ છે.

કેશવ પ્રસાદ મોર્યએ યૂપી ચૂંટણીમાં ખુબ જ મહેનત કરી હતી. યૂપીમાં રેલીઓનાં મુદ્દે કેશવ બીજા નંબર પર રહ્યા હતા. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવે જ્યાં 221 રેલી કરીને પ્રથમ નંબર પર રહ્યા હતા ત્યારે કેશવ પ્રસાદ મોર્યએ 150 જનસભાઓ સંબોધિત કરી રહ્યા હતા.

You might also like