કેસર રબડી ચીઝ કેક

બનાવવાનો સમયઃ ૩૦ મિનિટ.

સામગ્રીઃ માસકરપોન (ઢીલું) ચીઝ ૩૦૦ ગ્રામ, ક્રીમ ૧૦૦ ગ્રામ કન્ડેન્સ મિલ્ક ૬૦ ગ્રામ, ડાયજેસ્ટિવ બિસ્કિટ ૮ નંગ, સફેદ ચોકલેટ માખણ ૭ ગ્રામ, તાજું ક્રીમ ૨૦૦ ગ્રામ

રબડી માટેઃ દૂધ ૩૦૦ ગ્રામ, કન્ડેન્સ મિલ્ક ૬૦ ગ્રામ, કેસર ૧૦ તાંતણા

રીતઃ બિસ્કિટનો ભૂકો કરી તેમાં ઓગાળેલું માખણ ભેળવો. કેકના મૉલ્ડના તળિયે આ બિસ્કિટના ભૂકાને પાથરી ફ્રિજમાં સેટ થવા દો. ફ્રેશ ક્રીમને હૂંફાળું કરી તેમાં ચોકલેટ ભેળવી તેને ઠંડું થવા દો. તેમાં કન્ડેન્સ મિલ્ક અને ફીણેલું ક્રીમ સારી રીતે ભેળવો. તેમાં માસકરપોન (ઢીલું) ચીઝ અને બનાવેલી રબડી ભેળવો. તેને વાસણમાં બિસ્કિટ બેઝ પર પાથરો. ફ્રિજમાં બે કલાક રાખી તેના ઉપર કેસરના તાંતણાથી ડેકોરેશન કરો.

રબડીઃ દૂધને ધીમા તાપે હલાવતાં હલાવતાં ઉકાળો અને તેમાં કેસર નાખો. તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને રબડી જાડી થાય એટલે ઉતારી તેને ઠંડી કરો.

You might also like