એક એવું મંદિર જ્યાં દર્શન કરવા માટે પૂરૂષ કરે છે શ્રૃગાંર

લગ્ન પછી મહિલાઓ 16 શ્રૃગાંર કરતી હોય છે. પરંતુ એક એવું મંદિર છે જ્યાં પુરૂષો ભગવાનના દર્શન માટે પહેલાં 16 શ્રૃગાંર કરે છે. કેરલના કાટ્ટનકુલગરા શ્રીદેવી મંદિરમાં પૂજા કરતા પહેલાં પુરૂષોએ સ્ત્રીની જેમ 16 શ્રૃગાંર કરવા પડે છે. આ મંદિરમાં દેવીની આરાધનાની પરંપરા વર્ષોથી આ રીતે ચાલી આવી છે.

દર વર્ષે આ મંદિરમાં ચામ્યાવિલક્કૂ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. જેમાં પૂરૂષ મહિલાની જેમ સાડી પહેરે છે અને સમગ્ર સાજ શણગાર બાદ માતાજીની પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં દેવીની મૂર્તી જાતે જ પ્રગટ થઇ હતી. આ કેરલનું એક માત્ર મંદિર છે જે જેના ગર્ભગૃહની ઉપર છત કે કળશ નથી.

મંદિરમાં શ્રૃગાંર કરીને ગયા બાદ પુરૂષને સારી નોકરી, સારૂ સ્વાસ્થ્ય, સારી પત્ની પ્રાપ્ત થાય છે. સાથે જ પરિવારમાં ખુશીઓ આવે છે. એવી માન્યતા છે કે અહીં કેટલાક પુરૂષોએ મહિલાઓના કપડાં પહેરીને પથ્થર પર ફૂલ ચઢાવ્યા હતા. ત્યાર બાદ પથ્થરમાંથી દિવ્યશક્તિ પ્રગટ થઇ હતી. ત્યાર બાદ અહીં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

 

 

You might also like