કેરલના પાદરીનું વિવાદીત નિવેદન, જીન્સ, ટી શર્ટ પહરેતી છોકરીઓને નાંખો સમૃદ્રમાં

કેરલઃ કેરલના એક પાદરીએ ફરમાન પાઠવતા યુવતીઓના જીન્સ, ટી-શર્ટ પહેરવાની બાબતને શર્મજનક ગણાવી છે. પાદરી કહ્યું કે જે મહિલાઓ આવા કપડાં પહેરે છે તેમને સમુદ્રમાં નાંખી દેવી જોઇએ. પાદરીની આ વાત એક વીડિયો દ્વારા સામે આવી છે. આ વીડિયો જૈસમિન પીકે નામની છોકરીએ ફેસબુક પર શેર કર્યો છે. પાદરીએ કહ્યું છે કે મહિલાઓ આ રીતના કપડાં માત્ર પુરૂષોને આકર્ષવા માટે પહેરે છે. જ્યારે હું કોઇ ચર્ચ જાઉં છું અને મારી સામે કોઇ મહિલાઓને ઉભી રહેલી જોઉં છું. તો એવું લાગે છે હું ચર્ચની બહાર ચાલ્યો જાઉં.

જોકે આ વીડિયો લગભગ 12 મહિના જૂનો છે. પરંતુ ફેસબુક પર શેર થવાને કારણે તે ફરી વાયરલ થયો છે. વીડિયોમાં પાદરીએ કહ્યું છે કે મહિલાઓ આ બધુ આકર્ષવા માટે કરે છે. તેઓ પવિત્ર જગ્યા પર પણ જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર જેવું પહેરીને  જાય છે. મને નથી ખ્યાલ આવતો કે ચર્ચમાં આ બધી બાબતોની શી જરૂર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં તિરૂવંતપુરમ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસના સ્ટૂડન્ટ પર જીન્સ ટીશર્ટ પહેરવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like