કેરલમાં કુદરતે વર્તાવ્યો કહેર, 324નાં મોત, PM મોદી કરશે હવાઇ નિરીક્ષણ

કેરલમાં મૂશળધાર વરસાદ અને પૂરને લઇ ભયંકર તબાહી મચાવી છે. સૂબાનાં હાલત ભારે ખરાબ થઇ ગઇ છે. આ વખતનો વરસાદ અને પૂરે 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સૂબાનાં અનેક ભાગો અનેક રીતે જલમગ્ન થઇ ગયેલ છે. પાણીને બહાર નીકાળવા માટે 80 ડેમો પણ ખોલી દેવાયાં છે.

અત્યાર સુધીમાં 324 લોકોનાં મોત પણ થઇ ચૂક્યાં છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકોને 1500થી વધારે રાહત કેમ્પોમાં લોકોએ શરણ લઇને બેઠાં છે. કેરલ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે.

મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટ સુધી પણ વિશેષ પાણી ભરાઇ ગયાં છે. જેને લઇને આને શનિવાર સુધીમાં બંધ કરી દેવું પડ્યું. વિમાનોનું સંચાલન સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવેલ છે.

ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કેરલ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોએ ડોનેશન આપવાની અપિલ કરી છે. donation.cmdrf.kerala.gov.inને આધારે કોઇ પણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે. શુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરલને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે.

PM મોદી કેરલ જઇને કરશે હવાઇ નિરીક્ષણઃ
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરલની મુલાકાત કરશે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ તેઓ કરેલ જશે. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કરશે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેરલમાં હાલતની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ રવાના થઇ રહ્યાં છે.

You might also like