પોતાની છાતી આગળ તરબૂચ લગાવીને મહિલાઓ FB પર ફોટા શા માટે મૂકી રહી છે?

કેરળના એક પ્રોફેસરે આપેલ વિવાદાસ્પદ નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો છે. પ્રોફેસરે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ મહિલાઓ તેમની કૉલેજમાં પોતાના સ્તનોને ‘તરબૂચના ટુકડા’ની જેમ દેખાડવાની કોશિશ કરે છે.’

આ વીડિયો લગભગ ત્રણ મહિના જૂનો છે, જેમાં કોઝીકોડાના ફારુક ટ્રેનિંગ કોલેજના સોશિયલ સાયન્સના પ્રોફેસરના નિવેદનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રોફેસરે પોતાના સ્પીચમાં કહ્યું છે કે, ‘હું એક કૉલેજ ટીચર છું, જ્યાં 80% યુવતીઓ છે અને તેમાં મોટાભાગની મુસ્લિમ છે. જો કે તેઓ હિજાબ પહેરે છે, પણ જાણીજોઈને પોતાની છાતીનો કેટલોક ભાગ બતાવવાની કોશિશ કર્યાં કરે છે. બિલકુલ એ જ રીતે જે રીતે આપણે તરબૂચનો એક ભાગ કાપીએ છીએ એ જોવા માટે કે તે પાકેલું છે કે નહીં.’

આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણી મહિલાઓએ પોતાના ટૉપલેસ ફોટા શેર કરવાના શરૂ કરી દીધા, જેમાં મહિલાઓએ પોતાના સ્તન આગળ તરબૂચ લગાવ્યા છે. ઉપરાંત એક કેમ્પેઈન પણ શરૂ થયો છે, જે #Maaruthurakkal samaram નામે શરૂ થયો છે. જેનો અર્થ થાય છે, ‘સ્તન પ્રદર્શન માટે હલચલ.’

સોશિયલ એક્ટિવિસ્ટ દિયા સનાએ ફેસબુક પર તરબૂચ વાળો ન્યૂડ ફોટો મૂક્યો તો તરત જ ફેસબુકે તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. સનાએ પ્રોફેસરના નિવેદન પર કહ્યું છે કે, ‘મહિલાઓને આઝાદી હોવી જોઈએ કે તે ઈચ્છે તે પહેરી શકે. આપણો સમાજ ક્યારે મહિલાઓને ટોકવાનું બંધ કરશે?’

જો કે કૉલેજના પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસરે આ નિવેદન ત્રણ મહિના પહેલા આપ્યું હતું અને હવે તેને મુદ્દો બનાવવો યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે 2015માં આ જ કૉલેજની એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે, આ કૉલેજમાં યુવતીઓ સાથે મતભેદ કરવામાં આવે છે.

You might also like