પદ્મનાભસ્વામી મંદિરમાં ચૂડીદાર ના પહેરે મહિલાઓ: HC

કોચીન: કેરલ હાઇકોર્ટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં સલવાર અને ચૂડીદાર પહેરીને આવેલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. દેશનું સૌથી ધનવાન માનવામાં આવતાં મંદિરમાં હવે મહિલાઓ સલવાર અને ચૂડીદાર પહેરીને પ્રવેશ કરી શકશે નહીં. કોર્ટે એવી સ્પષ્ટતા કરી છે કે મંદિરના રીત રિવાજોને લઇને મંદિરના મુખ્યમંત્રીનો લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવશે.

મંદિરના કાર્યકારી અધિકારી કેએન સતીશને મંદિરથી જોડાયેલી પરંપરામાં ફેરફાર કરવાનો કોઇ હક નથી. જણાવી દઇએ કે થોડાક સમય પહેલા પરંપરાને તોડતા મહિલા શ્રદ્ધાળુઓના ડ્રેસ કોડમાં છૂટ આપવાની જોહારત કરી હતી, જેના પ્રમાણે મહિલાઓ સલવાર અને ચૂડીદાર પાયજામો પહેરીને પણ મંદિરમાં પૂજા પાઠ કરી શકતી હતી. મંદિરના મુખ્યમંત્રીએ એનો વિરોધ પણ કર્યો હતો.

અત્યાર સુધીની વ્યવ્સથા અનુસાર મહિલા શ્રદ્ધાળુએ જો સલવાર અને ચૂડીદાર પહેરીને રાખ્યો છે તો એમને મંદિરની અંદર જતાં પહેલા કમરની ઉપર ધોતી પહેરવી પડશે. કેરલ ઉચ્ચ ન્યાયાલયએ હાલમાં જ એક અરજીના સમાધાન કરતાં કહ્યું કે મંદિરના મુખ્ય કાર્યકારીને નિર્દેશ આપ્યો હતો કે એ મહિલા શ્રદ્ધાળુઓના ડ્રેસ કોડની બાબતે 30 જિવસની અંદર ઉકેલ લાવે. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે સલવાર અને ચૂડીદાર પહેરનારી મહિલાઓને પણ મંદજિરની અંદર જવાની પરવાનગી આપવામાં આવે જેને હવે ફગાવી દેવામાં આવી છે.

કેરલની હાઇકોર્ટે મંદિરમાં નવા ડ્રેસ કોડની અનુમતિનો અસ્વીકાર કરી દીધો છે. અદાલતે આ નિર્ણય ખાનગી પાર્ટીઓની અરજી પર વિચાર બાદ લીધો છે. કેટલાક સમૂગૉહ નવા ડ્રેસ કોડની વિરુદ્ધમાં હતાં. કેરલનું પદ્મનાભસ્વામી મંદિર 2011માં એ સમયે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું જ્યારે મંદિરના ભંડારમાંથી એક લાખ કરોડ રૂપિયાનો ખજાનો મળ્યો હતો. એનાથી દરેક લોકોને મંદિરને લઇને ઉત્સાહ વધી ગયો હતો.

You might also like