કેરળ સરકારનો મહત્વનો નિર્ણય, 1 રૂપિયો સસ્તુ મળશે પેટ્રોલ-ડીઝલ…

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવોથી હેરાન થતા લોકોને કેરળ સરકારે થોડીક રાહત આપી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાજ્યના લોકોને એક રૂપિયો સસ્તુ પેટ્રોલ-ડીઝલ આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યુ કે સતત ઈંધણના ભાવ વધી રહ્યા છે, માટે જ સરકારે નિર્ણય કર્યો છે કે તે રાજ્યના લોકોને એક રૂપિયો સસ્તુ ઈંધણ આપશે. આ સસ્તુ ઈંધણ લોકોને 1 જૂનથી મળવાનું શરૂ થશે.

જણાવી દઈએ કે સતત 16 દિવસ બાદ, બુધવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 60 પૈસાના ઘટાડાની ખબર આવી હતી જે લોકો સુધી પહોંચતા તેમને થોડી રહાત થઈ હતી. પરંતુ આ રાહત વધારે સમય માટે ન ટકી, કેમકે તેલ માર્કેટિંગ કંપનીઓની ટાઈપિંગ ભુલના કારણે 1 પૈસાને બદલ 60 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. માટે સામન્ય નાગરિકો જાણે પોતે છેતરાયા હોય તેવું અનુંભવવા લાગ્યા છે. ઈન્ડિયન ઓઈલે કહ્યુ કે ટાઈપિંગ ભુલના કારણે વેબસાઈટ પર 60 પૈસા ભાવ ઘટાડાની લિસ્ટ જાહેર થઈ હતી.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચુંટણી સમયે સતત 19 દિવસો સુધી બંન્ને ઈંધણોમાં ફેરફાર ન થયા બાદ 14 મે થી કિંમતોમાં વધારો થવાનો સિલસિલો ચાલુ થયો હતો. ત્યારથી પેટ્રોલમાં 3.91 રૂપિયા જ્યારે ડીઝલમાં 3.38 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

You might also like