કેરલની કોર્ટના પરિસરમાં બોમ્બ બ્લાસ્ટ, એકને ઇજા

કોલ્લમ: કેરલના કોલ્લમ જિલ્લામાં કલેક્ટ્રેટ સહ જિલ્લા કોર્ટમાં રાખવામાં આવેલા સંદિગ્ધ દેશી ‘સ્ટીલ બોમ્બ’માં વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 61 વર્ષના એક વ્યક્તિને ઇજા પહોંચી છે. આ બ્લાસ્ટમાં એક સરકારી વાહનને પણ નુકસાન પહોંચ્યું છે.

કોલ્લમ કોર્ટમાં બુધવારે જોરદાર ધમાકો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નજીકના કુંદરા વિસ્તારના નિવાસી સાબૂ રાજ્ય શ્રમ વિભાગની જીપ પાસે ઉભા હતા, તે સમયે જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટથી કોર્ટ પરિસરમાં નાસભાગ મચી હતી.

સાબૂ નામનો તે વ્યક્તિ એક મામલે કોર્ટમાં આવ્યો હતો. ત્યારે અચાનક જ ત્યાં એક બ્લાસ્ટ થયો. જેની ચપેટમાં આવતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.સાબૂની આંખ અને નાક પર ઇજા પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ‘સ્ટીલ બોમ્બ’ (સ્ટીલ પાઇપમાં પેક વિસ્ફોટક)થી થયો છે. જેને ત્યાં ઉભેલા સરકારી વાહન નીચે રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં વાહનને પણ થોડાંક અંશે નુકસાન થયું છે.

પોલીસને શંકા છે કે બોમ્બ જીપની નીચે જાણીજોઇને રાખવામં આવ્યો હતો. જેથી તેનાથી ડર પેદા કરી શકાય. બોમ્બ નિરોધ અને ફોરેન્સિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી છરા અને 17 બેટરીઓ મળી આવી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like