જ્યોતિરાદિત્ય સિંધિયાની કારનો અકસ્માત, એક વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ કેરલના અલપૂજામાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની કારનો અકસ્માત થયો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ઘટના સર્જાઇ ત્યારે સિંધિયા ગાડીની પાછળની સીટ પર બેઠા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સિંધિયાએ પોતાનો સમગ્ર કાર્યક્રમ રદ કર્યો અને મૃતકના ઘરે ગયા હતા.

ઘટનામાં જે વ્યક્તિનું મૃત્યુ થયું તે 62 વર્ષના હતા. જો કે આ ઘટનામાં અન્ય કોઇ ઇજાગ્રસ્ત થયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટના કેરલના અલપુજા ગામે બની હતી. આ ઘટનામાં સિંધિયાને કોઇ જ ઇજા થઇ નથી. તેઓ સુરક્ષીત છે. ઘટના એ વખતે સર્જાઇ. જ્યારે તેમનો કાફલો કેરલના અલપૂજાથી પસાર થઇ રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સિંધિયાએ જણાવ્યું હતું કે તેમના ડ્રાઇવરની કોઇ જ ભૂલ ન હતી. ઘટના બની તે સમયે 62 વર્ષના વડિલ પોતાની ઇલેક્ટ્રિકલ સાઇકલ સાથે રોગ સાઇડમાં ચલાવી રહ્યાં હતા. ડ્રાઇવરે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ દુર્ઘટના સર્જાઇ ગઇ હતી. સિંધિયાએ આ વાત કોંગ્રેસ કાર્યકર્તાઓને કહી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૃતક પરિવાર સાથે સહાનૂભૂતિ વ્યક્ત કરી હતી.

 

You might also like