સોલાર સ્કેમ : ચાંડીને કોર્ટમાંથી રાહત 2 મહિના સુધી કોઇ કેસ નહી

તિરૂવનંતપુરમ : સોલાર ગોટાળામાં મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટે તેનાં પર એફઆઇઆર કરવાનાં આદેશ અંગે 2 મહિના માટે સ્ટે લગાવી દીધો છે. સાથે જ લોઅર કોર્ટને યોગ્ય પુરાવાઓ વગર કાર્યવાહી નહી કરવા માટેનો આદેશ આપી દીધો છે. બીજી તરફ સીપીઆઇએમ અને ભાજપ વર્કરોનાં પ્રદર્શનો કરી મુખ્યમંત્રીનાં રાજીનામાની માંગ કરી હતી. મુખ્યમંત્રી પર ગોટાળામાં 7 કરોડની લાંચ લેવાનાં આરોપ છે.
અત્રે નોંધનીય છે કે તેમની વિરુદ્ધ ત્રિશુર કોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સોલાર સ્કેમ અંગે મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ કહ્યું કે વિપક્ષ ગોટાળામાં સરકારને સંડોવીને ઇમેજ ખરાબ કરવાનાં પ્રયાસો કરી રહી છે. ગોટાળાનાં મુદ્દે મારા પર લાગી રહેલા આરોપો રાજનીતિ પ્રેરિત છે. તેની પાછળ દારૂ માફીયાઓનો હાથ છે. અમારી સરકારે કડક નિર્ણ લીધો છે જેનાં કારણે દારૂ માફીયાઓનાં ધંધા બંધ થઇ ગયા છે. બોર માલિક કોર્ટમાં લડાઇ હારી ચુક્યા છે માટે તેઓ નવા આરોપો લગાવી રહ્યા છે.
સોલર પેનલ ગોટાળામાં ઓમાન ચાંડીની 14 કલાક સુધી પુછપરછ કરી હતી. બુધવારે તેઓ સાક્ષી તરીકે રજુ થયા હતા. ચાંડીએ કહ્યું કે તેમનાં પોલિગ્રાફ ટેસ્ટની જરૂર નથી, તેમણે કાંઇ પણ ખોટું કહ્યું નથી. તેનાં પર લાગી રહેલા તમામ આરોપ રાજનીતિક છે.

You might also like