કેરળના મુખ્યમંત્રી પર રૂ.૫.૫ કરોડની લાંચ લીધાનો આક્ષેપ

નવી દિલ્હી: કેરળમાં થયેલા સોલાર પેનલ ગોટાળાના મુખ્ય આરોપીએ જસ્ટિસ શિવરાજન પંચ સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી ઓમન ચાંડીએ રૂ.૫.૫ કરોડની લાંચ લીધી હતી.તપાસપંચને મુખ્ય આરોપી બીજુ રાધાકૃષ્ણને બીજી સ્ફોટક માહિતી પણ આપી હતી. કેરળમાં બે મોટી સૌર પરિયોજનાઓ લગાવવા માટે ઓમન ચાંડી અને એમના સહયોગીને કુલ મળીને રૂ.૫.૫ કરોડની લાંચ અપાઇ છે.

આ આરોપીએ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના છ મોટાં ગણાતાં રાજકીય નેતાઓ પર ગંભીર આરોપ મૂકીને કહ્યું છે કે મારી મહિલા સાથી સરિતા નાયર સાથે આ લોકોએ યૌન સંબંધ બનાવ્યા હતાં. પોતાના દાવાના સમર્થનમાં આરોપીએ કહ્યું કે મારી પાસે આ યૌનસંબંધની વિડિયો કિલપિંગ પણ છે. જો જરૃર પડે તો હું તપાસપંચને આ કિલપિંગ આપી શકું છું. સરિતાએ જ આ બધી કિલપિંગ મને આપી છે.

મુખ્યમંત્રી ઓમન ચાંડી ઉપરાંત શ્રમમંત્રી શિબુ જોન, અનિલકુમાર, ધારાસભ્ય ઈડન, કોંગ્રેસી નેતા આર્યદન સૌકત વગેરેને પણ સરિતા સાથે યૌનસંબધં હતાં. જો કે આ મામલામાં ઓમન ચાંડીએ હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

You might also like