રોજ ત્રણ કિલોમીટર તરીને શાળાએ પહોંચે છે અર્જુન

તિરૂઅનંતપુરમ : નૌમાં ધોરણમાં ભણતો કેરળનાં એક ગામનો નિવાસી 14 વર્ષીય અર્જુન સંતોષ રોજ ત્રણ કીલોમીટર તરીને પોતાની સ્કૂલે પહોંચે છે. તેનાં સાથી તો હોડીની રાહ જુએ છે પરંતુ અર્જુન તરીને જ શાળાએ પહોંચે છે. આ તેની મજબુરી નહી પરંતુ સરકારનો વિરોધ છે. અર્જુનનાં ગામનાં લોકો 25 વર્ષથી નદી પર પુલનાં નિર્માણની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકારનું એક રૂંવાડુ પણ નથી ફરકી રહ્યું.સરકારનાં મિથ્યા વચનોથી નારાજ અર્જુને અનોખી રીતે વિરોધ ચાલુ કર્યો છે.

અર્જુને શાળાએ જવા માટે અનોખો રસ્તો જ અખત્યાર કર્યો છે. અર્જુન નજીકની જ એક એક શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. અર્જુન રોજ સવારે શાળાએ જવા માટે પોતાનાં ઘરેથી નિકળે છે. પરંતુ તળાવ નજીક પહોંચતાની સાથે જ પોતાનાં કપડા ઉતારીને 3 કિલોમીટર તરીને તળાવનાં બીજા છેડે પહોંચે છે. જો કે અર્જુનનાં સહઅભ્યાસીઓ હોડીની રાહ જોતા હોય છે પરંતુ અર્જુન તરીને સામે કાંઠે પહોંચી જતો હોય છે.

ઘણી વખત નાવમાં વધારે લોકો થઇ જવાનાં કારણે નાવિક લોકોને બેસાડતો નથી જેનાં કારણે શાળાએ પહોંચવામાં મોડુ થાય છે. ઉપરાંત સરકારે વ્યવસ્થા કરવા માટેનું વચન ચૂંટણી સમયે આપ્યું હતું પરંતુ નિભાવ્યું નહોતું. જેનો વિરોધ કરવા માટે અર્જુને આ અનોખી તરકીબ શોધી કાઢી છે. તે નિયમીત રીતે 3 કિલોમીટર લાંબો તળાવનો વ્યાસ તરીને શાળાએ પહોંચે છે.

You might also like