કેન્યાના ઓલિમ્પિક ચેમ્પિયન કિપચોગે દિલ્હી હાફ મેરેથોન જીતી

નવી દિલ્હી: કેન્યાના વર્તમાન ઓલિમ્પિક મેરેથોન ચેમ્પિયન ઈલિયુડ કિપચોગ અને ઈથિયોપિયાની વોર્કનેશ ડેગેફાએ ગઈ કાલે સવારે અહીં યોજાયેલ દિલ્હી હાફ મેરેથોનમાં અનુક્રમે પુરુષો અને મહિલાઓનાં વિજેતાપદ જીત્યાં હતાં, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. એક મહાન મેરેથોનર તરીકે જાણીતા કેપિચોગે ૫૯ મિનિટ અને ૪૪ સેકંડના સમયમાં ૨૧.૦૯૭ કિલોમીટરનું અંતર દોડી અહીં જવાહર નહેરુ સ્ટેડિયમ ખાતે પુરુષોના વિભાગની હરીફાઈમાં વિજય મેળવ્યો હતો.

ઈથિયોપિયાનો યિગ્રેમ ડેમેલેશ ૫૯.૪૮ના પોતાના શ્રેષ્ઠ સમય સાથે બીજો અને કેન્યાનો ઓગસ્ટિન ચોગ (૬૦.૦૧) ત્રીજા ક્રમે રહ્યો હતો. ૩૨ વર્ષના કિપચોગે ગયા ઑગસ્ટમાં રિયો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. મહિલાઓમાં ડેગેફાએ એક કલાક, સાત મિનિટ અને ૪૨ સેકંડનો સમય નોંધાવ્યો હતો. ઈથિયોપિયાની જ એબાબેલ યેસહેનેશ (૧:૦૭:૫૨) અને કેન્યાની હેલેહ કિપ્રોપ (૧:૦૮:૧૧) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવ્યા હતા. પુરુષો અને મહિલાઓના વિભાગના બન્ને વિજેતાને વ્યક્તિગત ૨૭,૦૦૦ અમેરિકન ડૉલર મળ્યા હતા.

visit: sambhaavnews.com

You might also like