કેન્યાએ રૂ. ૬૬૪ કરોડના હાથીદાંત સળગાવી દીધા

નૈરોબી: આફ્રિકન દેશ કેન્યાએ શિકારીઓને સખત સંદેશ આપવા માટે અનોખું પગલું ભર્યું છે. તેણે લગભગ ૬૬૪ કરોડ રૂપિયાની કિંમતના હાથીદાંત સળગાવી દીધા. આ ઉપરાંત ગેંડાનાં શિંગડાં પણ સળગાવી દીધાં. દેશના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ જાતે જ હાથીદાંતના ઢગલામાં આગ લગાવી. કેન્યાએ જેટલા હાથીદાંત સળગાવ્યા તેના વજનનું અનુમાન ૧૦પ ટન લગાવાઇ રહ્યું છે.
કેન્યાનું કહેવું છે કે તેણે આ પગલું ઉઠાવીને શિકારીઓ અને દુનિયાને એ જણાવવાની કોશિશ કરી છે કે તે હાથીદાંતના ગેરકાયદે વેપારને રોકવા માટે ગંભીર છે. કેન્યામાં હાથીદાંતના ગેરકાયદે વેપારના કારણે જંગલી હાથી પર વિલુપ્ત થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
કેન્યાટાએ કહ્યું કે હાથીદાંતના વેપારમાં મોત મળે છે, કેમ કે તેનો અર્થ આપણા હાથીનું મોત અને પ્રાકૃતિક સંપત્તિઓનું મોત છે. હાથીના દાંત અને ગેંડાનાં શિંગડાંના ઢગલામાં આ આગ નૈરોબી નેશનલપાર્કમાં લગાવાઇ, જેના માટે સેંકડો લિટર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરાયો. અધિકારીઓએ જણાવ્યું કે હાથીદાંતના આ ઢગલા કેટલાય દિવસ સુધી સળગતા રહેવાની શક્યતા છે.

You might also like