ટ્રમ્પના વિશ્વાસુ જસ્ટર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત

વોશિંગ્ટન : વ્હાઇટ હાઉસ દ્વારા જણાવામાં આવ્યું છે આર્થિક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સાથીદાર અને ભારત મામલાના નિષ્ણાંત એવા કેનિથ આઇ જસ્ટરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રિય આર્થક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નાયબ મદદનીશ અને તેના રાષ્ટ્રીય આર્થિક પરિષદના ઉપ નિદેશક 62 વર્ષીય જસ્ટીરનું નામનો પ્રસ્તાવ રાખવામાં આવશે અને સેનેટ દ્વારા મંજૂરી મળતા તે રિચર્ડ વર્માનું સ્થાન લેશે. વ્હાઇટ હાઉસની ઉપ પ્રવક્તાએ આ ખબરને સમર્થન આપતા જણાવ્યું કે જસ્ટિર બધા જ પ્રકારે યોગ્ય હોવાના કારણે તેઓને ભારતમાં અમેરિકાના રાજદૂત બનાવામાં આવી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like