શિક્ષક માટે પછી Bumper Vacancy, મળશે 8000 નોકરીઓ, જલ્દી કરો Apply

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) દ્વારા ઘણી બધી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી રહી છે. જેમાં પ્રિન્સિપાલ, વાઇસ-પ્રિન્સિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક (પીજીટી), ટ્રેન્ડ ગ્રેજ્યુએટ શિક્ષક (ટીજીટી), લાઇબ્રેરિયન તેમજ પ્રાઇમરી શિક્ષકની જગ્યાઓ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તમે પણ જો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છો છો તો અંતિમ તારીખ પહેલા એપ્લાય કરો.

ક્યારે કરી શકો છો એપ્લાય – ઉમેદવાર આ જગ્યા માટે 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર વચ્ચે અરજી કરી શકે છે.

કેવી રીતે લેવાશે પરીક્ષા – પરીક્ષાનું આયોજન ઓફલાઇન માધ્યમથી કરવામાં આવશે.

જગ્યા : ભરતીમાં 8,000 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેમાં પ્રિન્સિપાલ-76, વાઇસ પ્રિન્સિપાલ-220, પીજીટી-592, ટીજીટી-1900 અને પ્રાઇમરી શિક્ષક-5300નો સમાવેશ થાય છે.

કેવી રીતે કરશો અરજી – તમે આધિકારીક વેબસાઇટ kvsangathan.nic.in પર જઇ એપ્લાય કરી શકો છો.

ઉંમર – સંગઠનના નિયમઅનુસાર ઉમર નક્કી કરવામાં આવશે.

You might also like