ગરીબોને અપાતી સબ્સિડી ચાલુ રાખવા કેજરીવાલનો PMને પત્ર

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અનેઆમ આદમી પાર્ટીનાં સંયોજકન અરવિંદ કેજરીવાલે સબસિડીનાં મુદ્દેવડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે દેશમાં અનાજની દુકાનો પર ગરીબોને જે સસ્તુ રેશન મળે છે, તેની સબ્સિડી કેન્દ્ર સરકાર આપે છે. હાલ થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે રેશનની દુકાનો પર ગરીબોને આપવામાં આવતી ખાંડ પરની સબસિડી હટાવી લીધી હતી.

કેજરીવાલે વડાપ્રધાન પાસે માંગ કરતા લખ્યું કે તેઓ ગરીબોનાં હિતોને ધ્યાનમાં રાખી સબ્સિડી નહી આપવાનો નિર્ણય પાછો ખેંચે.તેમણે કહ્યું કે હાલનાં દિવસોમાં  બેરોજગારી વધી છે એવામાં જો ગરીબોની સબ્સિડી હટાવાઇ છે, તો તેમનાં પર બેવડો માર પડશે.

દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે બીપીએલ પરિવારોની ખાંડની સબ્સિડી પાછી ખેંચી લીધી છે. અંત્યોદય પરિવારનો મળનારી ખાંડનું પ્રમાણ પણ 6 કિલોથી ઘટાડીને એક કિલો કરી દેવામાં આવ્યું છે. જેનાં કારણે મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે આ સબસિડી પાછી ખેંચવાનો નિર્ણય અયોગ્ય છે.

http://sambhaavnews.com/

You might also like