AAPમાં હવે સુનિતા કેજરીવાલે કપિલ મિશ્રાને ગણાવ્યા વિશ્વાસઘાતી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેના પૂર્વ સાથી કપિલ મિક્ષા વચ્ચે ચાલી રહેલા વિવાદ ચરમ સીમાએ પહોંચી ગયો છે. બંને નેતાઓના ઝગડા વચ્ચે તેમના પરિવારના સભ્યો પણ શામેલ થયા છે. હવે અરવિંદ કેજરીવાલની પત્નીએ કપિલ મિશ્રા પર ટિપ્પણી કરી છે. અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે સોમવારે ટવિટર કર્યું છે કે કપિલ મિશ્રા વિશ્વાસધાતી છે. સાથે જ કપિલે કેજરીવાલ પર લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સુનીતાએ ટવિટર પર લખ્યું છે કે કુદરતનો કાયદો ક્યારે પણ ખોટો નથી હોતો. કપિલે વિશ્વાસધાત અને જુઠ્ઠા પણના બીજ પાર્ટીમાં રોપ્યા છે.

કપિલ મિશ્રાએ પણ ટવિટર પર કેજરીવાલની પત્ની સુનિતાને જવાબ આપ્યો છે. તેમના અપશ્બદોને હું મારા માથા પર લઉં છું.સુનિતા કેજરીવાલને ઓળખી શક્યા નથી. તે તેમના પતિના પતનથી હેરાન છે. તેમના દરેક અપશ્બદો મારા માથા પર. તેમની વિરૂદ્ધ ક્યારે પણ કાંઇ નહીં બોલુ. આ પહેલાં કપિલની માતાએ કેજરીવાલે જુઠ્ઠા કહ્યાં હતા. તેમણે કપિલના નામ પર ખુલ્લો પત્ર લખીને તેમની અવગણના કરી હતી.

http://sambhaavnews.com/

You might also like