અધિકારીઓને અમારી દુશ્મની ભારે પડશે અમે તો 15 વર્ષ અહીં જ છીએ : કેજરીવાલ

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનાં અધિકારીઓને સ્પ,ષ્ટ સંદેશ આપ્યો છે કે જેઓ અમારી સરકાર સાથે કામ નથી કરવા માંગતા તેઓ દિલ્હી બહાર ટ્રાન્શફર કરાવે, અથવા કેન્દ્ર સરકાર સાથે કામ કરે અથવા રાજીનામું આપે. દિલ્હીનાં મુખ્યમંત્રી સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની સરકાર એવા અધિકારીઓને ક્યારે પણ સહન નહી કરે જે કેબિનેટનાં આદેશનું પાલન ન કરતા હોય. કેજરીવાલે અધિકારીઓને સ્પષ્ટણ જણાવ્યું છે કે તેઓ સરકારની સાથે રાજનીતિ ન કરે.

એક અગ્રણી સમાચાર ચેનલનાં અનુસાર કેજરીવાલે જણાવ્યું કે તે જે રીતે કામ કરી રહી છે તે જોતા તે આગામી 15 વર્ષ સુધી રાજ કરશે. તેવામાં અધિકારીઓ સામે બીજો પસંદગીનો કોઇ વિકલ્પ નથી. મંગળવારે સિવિલ સર્વિસિઝ ડેનાં ઇવેન્ટમાં કેજરીવાલે અધિકારીઓને સંબોધિત કરતા આ વાતની ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ કે જો અધિકારીઓ જ સરકારની સાથે રાજનીતિ કરવા લાગશે તો સરકારની વિશ્વસનીયતા ખતરામાં પડી જશે.

કેજરીવાલે ચેતવણી આપી કે કે અધિકારીઓએ આપ સરકારનો આદેશ માનવો જ પડશે. જે અધિકારીઓ રાજનીતિ કરવા માંગે છે તેઓ રાજીનામાં આપીને ચૂંટણીમાં ઉભા રહે. કેજરીવાલે ડિસેમ્બરમાં કેટલાક અધિકારીઓ દ્વારા હડતાલ પાડવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર, 1947 બાદ ભારતનાં ઇતિહાસમાં પહેલીવાર દિલ્હી, અંડમાન અને નિકોબાર સિવિલ સર્વિસનાં અધિકારીઓ અને આઇએએસ હડતાળ પર ગયા. ઓડ ઇવનનાં એક દિવસ પહેલા આ હડતાળ થઇ હતી. કેજરીવાલે કોઇનું નામ લીધા વગર જ આ હડતાળને ભાજપ સરકાર સમર્થિત હડતાળ ગણાવી હતી.

You might also like