રજની બાદ કમલ પણ આજે પાર્ટી લૉન્ચ કરશે, કેજરીવાલ રહેશે હાજર

મદુરાઈ, બુધવાર
જાણીતા અભિનેતા કમલ હાસન આજે તેમના રાજકીય પક્ષના નામની જાહેરાત કરશે. આ દરમિયાન તેઓ રામનાથપુરમમાં તેમની પહેલી સભા સંબોધશે. આ ઉપરાંત તેઓ મદુરાઈમાં પાર્ટીના ઝંડાનું અનાવરણ કરશે. આ પ્રસંગે યોજાનારા સમારોહમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ હાજરી આપશે.

કમલ હાસનના નિયત કાર્યકમ અનુસાર પહેલી સભાને સંબોધન કર્યા બાદ તેઓ પરમક્કુડી માટે રવાના થશે. ત્યારબાદ તેઓ મનામદુરાઈ જશે. આ બંને સ્થળે પણ તેઓ સભાને સંબોધશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસંગે કેજરીવાલ પણ સભાને સંબોધન કરે તેવી શક્યતા છે. દરમિયાન આજે કમલ હાસન તેમના પક્ષની જાહેરાત કર્યા પહેલા સુપરસ્ટાર રજનીકાંતને પણ મળ્યા હતા. કમલ હાસન આજે પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના રામેશ્વર ખાતેના ઘરે અને સ્કૂલે ગયા હતા. ત્યારબાદ તેઓ કલામના સ્મારક ખાતે પણ જશે.

દરમિયાન કમલ હાસને જણાવ્યું હતું કે તેઓ તેમના દ્વવિડ રાજકારણમાં સફળ થશે. તામિલનાડુમાં દ્રવિડ પાર્ટીઓની હાજરી અંગે તેમણે જણાવ્યું હતું કે તમને ત્યારે જાણ થશે કે જ્યારે હું તેને સફળ બનાવીશ. હાસનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ કાલે સાંજે મદુરાઈમાં યોજાનારી સભામાં હાજરી આપે તેવી સંભાવના છે.

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ગત સપ્ટેમ્બર ૨૦૧૭માં કમલ હાસનની મુલાકાત લીધી હતી ત્યારે જ આ અભિનેતાએ તેઓ રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરશે તેવા સંકેત આપ્યા હતા.રામેશ્વર ખાતે માછીમારોને સંબોધતા કમલ હાસને જણાવ્યુ હતુ કે હું તમારા લોકોની સમસ્યા જાણવા માગું છંુ. અત્યાર સુધી અનેક પક્ષોએ તમને વિવિધ વચનો આપ્યા હશે અને તે પૂરાં નહિ થતાં અનેક બહાનાં બતાવ્યા હશે.પણ હું તમારી સમસ્યા જાણી તે અંગે ઉકેલ લાવવા પ્રયાસ કરીશ.

You might also like