ફાળવણી રદ્દ કરવા મુદ્દે કેજરીવાલે કહ્યું દિલ્હી ઓફીસ પર અમારો હક

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી ઓફીસ માટે મળેલ રાઉસ એવન્યુ બંગ્લાની ફાળવણી રદ્દ કરવાનાં મુદ્દે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીની ઓફીસ પર અમારો હક છે. અમે ભીખ નથી માંગી રહ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે આપની ઓફીસ જપ્ત કરવી ખોટી બાબત છે. અમારી વિરુદ્ધ રોજ ખોટા આરોપો લાગી રહ્યા છે.

અમારી સાથે જ એવું કેમ થઇ રહ્યું છે. અમારી સાથે જ આવું કેમ થઇ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે 3 સીટ જીતનારા પાર્ટીએ એવું કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે જનતા માટે દેશનાં મોટા માફિયાઓ સાથે લડીશું.

ઉલ્લેખનીય છે કે શુંગલૂ કમિટીનાં અહેવાલ આવ્યા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફીસનાં એલોટમેન્ટના મુદ્દે વિવાદે ખુબ જ ચગ્યો હતો. ત્યાર બાદ એલજી અનિલ બૈજલે શુક્રવારે ઓફીસ વહેંચણી રદ્દ કરી દીધી હતી. શુંગલૂ સમિતીનાં અહેવાલમાં કહેવાયું હતું કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે આમ આદમી પાર્ટીની ઓફીસ ફાળવણી બાદ જે પ્રક્રિયા અપનાવી તે બિનકાયદેસર છે.

You might also like