મોદીજીને સેલ્યુટ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપ્યો: કેજરી

નવી દિલ્હી : ઉરીમાં થયેલા આતંકવાદી હૂમલાનો જવાબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આપવા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે તેઓ આ મુદ્દે વડાપ્રધાનની સાથે છે. કેજરીવાલે સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહાર પાડીને નિવેદન આપ્યું કે મોદી સાથે તેમનાં તમામ મતભેદ હોઇ શકે છે પરંતુ આ મુદ્દે તેઓ વડાપ્રધાનની સાથે છે અને તેમને સલામ કરે છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે પાકિસ્તાને ગંદી રાજનીતી ચાલુ કરી છે. કેજરીવાલે વડાપ્રધાન પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હોવાની વાત કરી હતી.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનની આલોચના કરવા માટે પંકાયેલા કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ખાસ સત્ર દરમિયાન પણ વડાપ્રધાનની પીઓકેમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે શુભકામનાઓ આપી હતી. દિલ્હી વિધાનસભા સત્રમાં કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક માટે ભારતીય સેનાને શુભકામના પાઠવી હતી.

You might also like