નાયડુનાં ખેડૂતોની લોનમાફી અંગેનાં નિવેદન પર કેજરીવાલ ધૂંવાપૂંવા

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂનાં તે નિવેદનની આકરી ટીકા થઇ રહી છે જેમાં તેમણે કહ્યું કે લોન માફી એ એક ફેશન બની ગઇ છે. નાયડૂએ આજે મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ખેડૂતોની લોન માફીની માંગ કરવી અને આપવી બંન્ને બાબતો હાલ એક ફેશન બની ગઇ છે. જો કે તેમણે તેમ પણ કહ્યું કે આ અંતિમ સમાધાન નથી આ વિકટ પરિસ્થિતી પર વિચાર કરવામાં આવવો જોઇએ.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય મંત્રીનું નિવેનદથી કેન્દ્ર સરકારનાં અમીરો પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠાનો પર્દાફાશ થાય છે. તેમણે કહ્યું કે જ્યારે અમીરોની લોન માફ કરવામાં આવે છે ત્યારે તમને આ ફેશન નજરે નથી પડતી પરંતુ જ્યારે ખેડૂતોનો વારો આવે છે તો ફેશન લાગવા લાગે છે તે યોગ્ય નછી. પોતાનાં એક ખાસ વ્યક્તિની લોન માફ કરી પરંતુ કરોડો ખેડૂતોની લોન માફ નથી કરતા.

કેજરીવાલે પત્રકારોને કહ્યું કે તમારા આ વલણ પરથી જ સ્પષ્ટ થાય છે કે સરકાર કઇ પ્રકારની રાજનીતિ કરી રહી છે. એક જ વ્યક્તિનાં કરોડો અને અબજો રૂપિયા માફ થઇ જાય છે પરંતુ લાખો ખેડૂતોનું દેવુ માફ નથી કરી શકાતું.

You might also like