ઊના હિંસા: કેજરીવાલે Video જાહેર કરી કહ્યું- આપણે લડીશું અને જીતીશું

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજ રોજ એક વિડીયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. વિડીયો સંદેશમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં સરકારના અત્યાચારનો ભોગ બનેલા દલિત સમાજ, એક વર્ષ અગાઉ આજ સરકારના અત્યાચારોનો ભોગ બનેલા પાટીદાર સમાજ સાથે તેવો અને આખો દેશ મજબૂતીથી ઉભો છે. અને વિનંતી કરી છે કે આ અત્યાચારી તાકતો સામે ન્યાય ન મળે ત્યાં સુધી આપણે સૌ સાથે મળીને લડાઈ લડીશું.

પરંતુ આ લડાઈ અહિંસક રહેવી જોઈએ સાથો સાથ તેમણે દલિત યુવાનોને હાથ જોડીને અપીલ કરી છે કે આત્મહત્યા કે પોતાનું બહુમૂલી જીવન ગુમાવવામાં ના આવે, આવા અંતિમ પગલાં ના ભરવામાં આવે આખો દેશ તેમની સાથે થઇ રહેલા અન્યાયોની સામે સાથે ઉભો છે. આ વિડીયો સંદેશ આજ રોજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ અને ગુજરાતના પાર્ટીના પ્રભારી ગુલાબ સિંગ યાદવ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રેસ વાર્તામાં આજે આશુતોષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉનાની સમગ્ર ઘટના પુરા દેશને શરમાવે તેવી છે. ગુજરાતમાં કાયદા કાનુનનું રાજ રહ્યું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીડિતોને જે ડંડાથી મારવામાં આવ્યા તે પોલીસનો દંડો હતો. આજે પોલીસ ઓફિસરોને સસ્પેન્ડ કરવાથી કામ નહિ ચાલે દરેક ઓફિસર ઉપર એફઆઈઆર કરવામાં આવે અને વીડીયોમાં ૨૦-૨૫ વ્યક્તિ દેખાઈ રહ્યા છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવે.

રાજનાથ સિંહ દ્વારા ગઈ કાલે સંસદમાં દેશને ગુમરાહ કરવામાં આવ્યો છે તેમને કહ્યું છે કે અમારી સરકાર બન્યા બાદ દલિતો પર અત્યાચારના કેસો ઘટ્યા છે.

આજે આપના માધ્યમથી જણાવવા માંગું છુ કે વર્ષ ૨૦૦૧માં દલિતો પર અત્યાચારના ૧૦૩૩ કેસો ગુજરાતમાં નોંધાયા હતા જયારે વર્ષ ૨૦૧૫માં ૧૦૫૨ જેટલા કેસો ગુજરાતમાં નોંધાયા છે જે દેખાડે છે કે દલિતોની હાલત આજે પણ બિલકુલ પહેલા જેવી જ છે જ્યારે ચાલુ વર્ષમાં હાલ સુધીમાં જ દલિતો પર અત્યાચારના ૪૦૯ જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

સાથો સાથ તેમણે જણાવ્યું હતું કે જે પડતર જગ્યા કાયદા પ્રમાણે દલિતોને ફાળવવી જોઈએ તે ગુજરાતમાં દલિતોને ફાળવવામાં નથી આવી રહી ઉપરથી સરકાર નોટીફીકેશન લાવી આ જમીન ઉદ્યોગગૃહોને ફાળવવામાં આવી રહી છે. આમ, ભાજપની ગુજરાત સરકાર સમ્પૂર્ણ રીતે દલિત વિરોધી છે તે સાબિત થાય છે.

You might also like