કુમાર સામે આપે નમતુ જોખ્યુ, વિશ્વાસને બનાવ્યા પ્રભારી

નવી દિલ્હીઃ કેજરીવાલના ઘરે ચાલી રહેલી પીએસી બેઠક પૂર્ણ થઇ છે. કુમાર વિશ્વાસ માની ગયા છે અને પાર્ટીમાં ઝગડો પણ પૂર્ણ થઇ ગયો છે. બેઠક બાદ કુમાર વિશ્વાસ અને મનીષ સિસોદિયા બહાર આવ્યા હતા. એક એક કરીને પોતાની રજૂઆત કરી હતી. પહેલાં કુમાર વિશ્વાસે પ્રેસને સંબોધિત કરી હતી. સાથે પાર્ટી પ્રત્યે શુભચિંતા ધરાવતા લોકોનો આભાર માન્યો હતો. પાર્ટી સાથે ઉભા રહેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

વિશ્વાસે કહ્યું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે પાર્ટીની ભૂલો સુધારવામાં આવશે. સાથે વિચાર વિમર્શ પણ કરવામાં આવશે. ત્યાર બાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી વિવાદ બાદ સાંસદ અમાનતુલ્લાહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ મામલે તપાસ કરવા માટે ત્રણ સદસ્યીય સમિતિની રચના કરવામાં આવશે. જેની આગેવાની પંકજ ગુપ્તા કરશે. આશુતોષ અને આતિષી મારલેના તેના સભ્યો રહેશે. હાલ પાર્ટીમાં કુમાર વિશ્વાસની જવાબદારી વધી ગઇ છે તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામં આવ્યા છે. પાર્ટી કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કુમાર વિશ્વાસે પાર્ટી સમક્ષ શરત મૂકી છે કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જીરો ટોલરન્સ રહેશે. જે નિર્ણયો કાર્યકર્તાઓને અસર કરતા હશે તે તમામ બાબતોમાં તેમની સલાહ લેવામાં આવશે. માત્ર મોટા નેતાઓ જ અંદરો અંદર નિર્ણય લેશે. તે પોતાના વીડિયો વી ધ નેશન માટે માંફી નહી માંગે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે કેજરીવાલના નિવાસ્થામે બેઠક યોજાઇ હતી. જોકે વિશ્વાસ ત્યાંથી કાંઇ જ કહ્યાં વગર ચાલ્યા ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like