Categories: India

કેજરીવાલે ભારતીય સેનાના કર્યા વખાણ કરી સર્જીકલ સ્ટ્રાઇકનું ડેમેજ કંટ્રોલ કર્યું

નવી દિલ્હી : સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને આલોચનનાનો શિકાર કરી ચુકેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની બંકર ઉડાવવા અંગે સેનાને સલામ કર્યોછે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે ભારતીય સેનાને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની પાકિસ્તાની બંકર તબાહ કરવા બદલ સલામ.

સમગ્ર દેશ ભારતીય સેના પર ગર્વ કરી રહ્યો છે. ગત્ત વખતે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તો કેજરીવાલે સેના પાસે તેના પુરાવા માંગ્યા હતા. જે અંગે ભારે વિવાદ થયો હતો. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ તબાહ કરી દેવામાં આવી હતી. આ ચોકીઓ હતી જે કવર ફાયર આપીને ઘૂસણખોરીમાં આતંકવાદીઓની મદદ કરી હતી.

એલઓસી પર આવેલ ભારતનાં ગામો પર ફાયરિંગ કરતી હતી. સંભવત એવું પહેલીવાર થયું જ્યારે આર્મીએ પાકિસ્તાનની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહીનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. 24 સેકન્ડનાં વીડિયોમાં જોઇ શકાય છે કે એક એક કરીને 16 ગોળા પાકિસ્તાની ચોકીઓ પર છોડવામાં આવ્યા. તેના કારણે પાકિસ્તાનની નજીક એક સ્કવેરકિલોમીટરનાં વિસ્તારને નુકસાન પહોંચાડ્યું હતું.

Navin Sharma

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

4 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

4 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

4 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

5 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

5 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

5 hours ago