મુલાયમ, કેજરીવાલ, નીતીશ દેશ માટે ખતરોઃ સાક્ષી મહારાજ

મેરઠ: ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મુલાયમસિંહ યાદવ, અરવિંદ કેજરીવાલ અને નીતીશકુમારને દેશ માટે ખતરારૂપ ગણાવી જણાવ્યું છે કે આ તમામ નકલી મુસલમાન છે જેઓ સાચા મુસલમાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે દેશના મુસલમાનો તો સારા માર્ગે જવા માગે છે.

ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે ગઈકાલે મેરઠમાં સંત સમાગમ કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદેથી જણાવ્યું હતુુ કે જો મુસલમાનોનો ડીઅેનઅે ટેસ્ટ કરાવવામાં આવે તો મોટાભાગના લોકો હિંદુ જ નીકળશે.તેેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ગાયની રક્ષા માટે કાનૂન બનાવવામાં આવી રહ્યો છે. બિહારની ચૂંટણી પહેલા દેશ માટે નાપાક ઈરાદા રાખનારા કેટલાંક લોકોઅે અસહિષ્ણુતાનો રાગ આલાપ્યો હતો. અને ચૂંટણી બાદ આવાં તત્વો ગાયબ થઈ ગયાં છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે કેન્દ્ર સરકાર તેના કાર્યકાળમાં ૨૦૧૯ સુધીમાં રામ મંદિર બનાવશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે માલદામાં મુસલમાનોઅે અરાજકતા ફેલાવી હતી ત્યારે મમતા બેનરજીઅે રાજકીય રોટલો શેકવા આવું કરાવ્યું હતું. તેમણે મધ્યપ્રદેશમાં છ લાખ મુસલમાનોઅે હસ્તાક્ષર કર્યા છે કે રામ મંદિર બનાવવામાં આવે.

અક્ષયકુમાર પણ વકીલાત કરે છે
સાક્ષી મહારાજે પઠાણકોટમાં આકતંકવાદી હુમલા અંગેના સવાલ અંગે જણાવ્યું કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન મિત્રતાની પહેલ કરે છે ત્યારે હુમલા થાય છે. અને હવે તો અભિનેતા અક્ષયકુમાર પણ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને જવાબ આપવો જોઈઅે તેવી વકીલાત કરી રહ્યા છે.

You might also like