કેજરીવાલના એલ.જી. હાઉસમાં ધરણાં, માગ નહી સ્વીકારય ત્યાં સુધી ધરણાંની ચીમકી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે ઉપરાજ્યપાલ (એલજી) અનિલ બૈજલ વિરુધ્ધ મોરચો ખોલી દીધો છે. એલજી સાથે મુલાકાતમાં પોતાની ત્રણ માંગણીઓ પુરી નહી થવાના કારણે કેબિનેટ સહયોગી મનીષ સિસોદીયા, ગોપાલ રાય અને સત્યેન્દ્ર જૈન સાથે રાજ નિવાસના વેઇટિંગ રૂમમાં ધરણા પર બેસી ગયા છે. કેજરીવાલે જણાવ્યું છે કે જ્યાં સુધી તેની માંગણીઓ પુરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તે ધરણાં પર બેસી રહેશે.

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ધરણાંનો નવો કિમીયો શોધી કાઢયો છે. પોતાની વિવિધ માગ સાથે ત્રણ મંત્રીઓ સાથે એલ.જી.હાઉસમાં ધરણાં પર ઉતર્યા છે. તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરૂદ્ધ મોરચો માંડયો છે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માગ નહીં સ્વીકારી ત્યાં સુધી તેઓ એલજી હાઉસમાંથી હટશે નહીં.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર સોંપ્યો હતો પણ તેમની ફરિયાદનો કોઈ જવાબ મળ્યો નહીં. તેમણે અનિલ બૈજલ સામે 3 માગણી મૂકી છે અને જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણાંથી હટશે નહીં એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ઉપરાજ્યપાલના ઘરમાં ધરણાં પર ઉતરતા પહેલાં કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, અમે ચાર, ડે.સીએમ મનીષ સિસોદીયા, સતેંદર જૈન અને ગોપાલ રાયે એલ.જી. હાઉસની મુલાકાત કરી કેટલીક માગ રજૂ કરી હતી. અમારી પહેલી માગ છે કે દિલ્લીમાં ચાર મહિનાથી હડતાળ પર ઉતરેલા આઈએએસ અધિકારીઓને ફરજ પર મોકલાવનો આદેશ આપવામાં આવે.

બીજી માગ એ છે કે, ચાર મહિનાથી કામ રોકનારા આઈએએસ અધિકારીઓને સજા આપવામાં આવે અને ત્રીજી માગ એ છે કે, રાશનની ડોર સ્ટેપ ડિલીવરી કરવામાં આવે. જ્યારે તેમણે બીજુ ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે એલજી હાઉસને પત્ર લખ્યો હતો. તેમણે એકશન લેવાનો ઈન્કાર કર્યો.

આ એલજીની બંધારણીય ફરજ છે કે તેઓ કોઈ પગલું લે. અમારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. જ્યાં સુધી અમારી માગ નહી સ્વીકારાય ત્યાં સુધી અમે જઈશુ નહીં. અમે તેમના ચેમ્બરની બહાર વેઈટિંગ રૂમમાં બેઠા છીએ.

You might also like