કેજરીવાલ સંવેદનશીલ વ્યક્તિત્વ : શ્વેતાંગના માતા

અમદાવાદ : દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર યુવાન નિમેષ અને સિદ્ધાંત પટેલનાં પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલે તેમના માતા પિતા સાથે વાતચીત કરી હતી. તેમને સાંત્વના પાઠવી હતી.

કેજરીવાલ સાથે વાત કર્યા બાદ શ્વેતાંગના માતા પ્રભાબેને જણાવ્યું કે કેજરીવાલ માનવિય સંવેદનાઓથી ભરપુર છે. હાલની ગુજરાત સરકારની જેમ તેઓ અસંવેદનશીલ નથી. જો કે તેઓએ આ મુલાકાત રાજકીય નહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે કેજરીવાલ પાસે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અન્યાય અંગે પણ ચર્ચા કરી હતી.

અત્રે નોંધનીય છે કે, કેજરીવાલ આવે તે પહેલા જ ભાજપનાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કેજરીવાલે આવ્યા ત્યારે ભાજપનાં કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીનેવિરોધ વ્યક્ત કર્યો હતો.કેજરીવાલ શ્વેતાંગનાં ઘરે પહોંચ્યા ત્યારે જય સરદાર અને જય પાટીદારનાં નારાઓ લાગ્યા હતા. જો કે ત્યાં પણ ધર્ષણની પરિસ્થિતી સર્જાઇ હતી.

You might also like