દાઉદ સાથે વાત કરનારા ગેલમાં અને અનામત માંગનાર જેલમાં : કેજરી

વેરાવળ : અરવિંદ કેજરીવાલ શનિવારે સોમનાથ મહાદેવનાં મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે સહપરિવાર પુજાઅર્ચનાં કરી હતી. સોમનાથમાંએક જાહેર સભા પણ સંબોદી હતી. તેમણે હાર્દિકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક 23 વર્ષનો યુવાન પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરે ત્યારે તેનાં પર રાજદ્રોહનો કેસ કરાયે છે. જ્યારે ભાજપનાં નેતાઓ દાઉદ ઇબ્રાહીમ જેવા મોસ્ટ વોન્ટેડ ડોન સાથે વાતો કરે ત્યારે તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી થતી, આ તે ભાજપનું કેવુ શાસન ?
કેજરીવાલે કહ્યું કે હું વારંવાર ગુજરાત આવીશ. 2017માં આપ ગુજરાતમાં ચૂંટણી લડશે અને પોતાનાં ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આવનારા એકાદ બે મહિનામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટી રેલી કાઢશે અને ચૂંટણી અંગેની રણનીતી ઘડશે. ગુજરાત સરકારે વેપારીઓની વિનંતી ધ્યાનમાં લીધી નથી. એક્સાઇઝ ડ્યુટીમાં કોટ ઘટાડો ન કર્યો. આગામી ચુંટણીમાં હું ગુજરાતનાં ઘરે ઘરે જઇને પ્રચાર કરીશે. ગુજરાતનો ખેડૂત દુખી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓનું શાસન છે.
હું જે જનતા જોઇ રહ્યો છું તે નવું ગુજરાત છે. હવે ગુજરાત બદલાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનાં દર્શન કરીને ઘણી શાંતિ મળી. પરિવાર સાથે પુજા કરવાનો આનંદ અલગ જ છે. ભગવાન પાસેથી અનિષ્ટ તત્વો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થઇ.

You might also like