માત્ર 90 સેકન્ડની અંદર ઇવીએમ મશીન હેક કરવું શક્ય : કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને 90 સેકન્ડમાં ઇવીએમને હેક કરીને તેમાં ગડબડ કરી શકવાની ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છે. ઇવીએમમાં ચેડા મુદ્દે આજે વિધાનસબાનાં ખાસ સત્રમાં આખા દિવસની ચર્ચા અંગે બોલતા કેજરીવાલે કહ્યું કે પંચે જો તેમને ઇવીએમ આપે તો તેઓ માત્ર 90 સેકન્ડમાં આ ગોટાળાને પર્દાફાશ કરીને દેખાડી શકે છે.

કેજરીવાલે કહ્યું કે, સદનમાં આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા નિર્મિત પ્રોટોટાઇપ ઇવીએમમાં હેકિંગનાં સજીવ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છેકે ઇવીએમને સરળતાથી હેક કરીને તેનો દુરૂપયોગ કરવો શક્ય છે.

કેજરીવાલે લોકશાહી અને દેશનાં માટે ઇવીએમ મશીનને ખતરો ગણાવ્યો હતો. તેમણે અપીલ કરી કે લોકોએ આની વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવવો જોઇએ. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અમને તેમનાં મશીન આપે અને અમે સાબિત કરીશું કે કઇ રીતે મશીનનાં મધર બોર્ડમાં ફેરફાર કરીને માત્ર 90 સેકન્ટમાં મશીનને હેક કરવામાં આવી શકે છે.
અગાઉ આપનાં ધારાસભ્ય ભારદ્વાજે ઇવીએમ અંગે દાવો કરતા કહ્યું હતું કે કોઇ વ્યક્તિને મશીનનાં સિક્રેટ કોડની જાણ હોય તો તે મશીનમાં સરળતાથી ચેડા કરી શકે છે. આમાં કોઇ મોટુ રોકેટ સાઇન્સ નથી. માત્ર કેટલાક કોડની મદદથી મશીન હેક કરી શકાય છે.

You might also like